Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લાના ૨૨,૯૦૭ દિવ્યાંગ મતદારો લોકસભાની ચૂંટણીમાં સહભાગી થશે

  • March 25, 2024 

લોકશાહીમાં મતાધિકારનું આગવું મહત્વ રહ્યું છે.  લોકશાહીમાં નાગરિકો પોતાના પસંદગીના જન પ્રતિનિધિઓ પસંદ કરે છે. ત્યારે આગામી તા.૦૭મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. દિવ્યાંગ મતદારોની અલગથી ઓળખ કરી તેઓ પણ લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી બને તે માટે ચૂંટણી તંત્ર કાર્યરત છે. ત્યારે સુરત જિલ્લાના મતદારો પૈકી કુલ ૧૩,૪૪૪ પુરુષ અને ૯,૪૬૩ મહિલા દિવ્યાંગ મતદારો મળી સમગ્ર સુરત જિલ્લામાં કુલ ૨૨,૯૦૭ દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.



દિવ્યાંગ મતદારોમાં સૌથી વધુ કામરેજ વિધાનસભામાં ૨,૦૭૦ પુરુષ દિવ્યાંગ મતદાર અને ૧,૫૬૨ મહિલા દિવ્યાંગ મતદારનો સમાવેશ થાય છે. સુરત શહેર સહિત જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ ૪૭,૪૫,૦૮૬ મતદારો પૈકી ૨૫,૪૧,૮૫૮ પુરુષ અને ૨૨,૦૩,૦૫૯ મહિલા તથા ૧૬૯ અન્ય મતદારો છે.સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા બેઠકમાં ૨,૧૯૦ દિવ્યાંગ મતદારો, માંગરોળમાં ૧,૧૬૮ મતદારો, માંડવીમાં ૧,૧૩૨ મતદારો, કામરેજમાં ૩,૬૩૨ મતદારો સુરત પૂર્વમાં ૭૨૨ મતદારો, સુરત ઉત્તરમાં ૬૪૮ મતદારો, વરાછા રોડમાં ૮૫૨ મતદારો, કરંજમાં ૯૨૦ મતદારો, લિંબાયતમાં ૧,૫૪૧ મતદારો, ઉધનામાં ૯૫૬ મતદારો, મજુરામાં ૬૮૩ મતદારો, કતારગામમાં ૧,૬૨૮ મતદારો, સુરત પશ્વિમમાં ૯૮૦ મતદારો, ચોર્યાસીમાં ૩,૦૯૮ મતદારો, બારડોલીમાં ૧,૭૮૭ મતદારો, મહુવામાં ૯૭૦ મતદારો મળીને કુલ ૨૨,૯૦૭ દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application