Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રક્ષિત ખેતી ઉપર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાશે : દેશભરના ૩પ૦ જેટલા કૃષિ તજજ્ઞો ભાગ લેશે

  • January 08, 2018 

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે તા.૧ થી ૩ ફેબ્રુઆરી-૧૮ દરમિયાન રક્ષિત ખેતી ઉપર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાશે.જેમાં ભારતના ૩પ૦ થી વધારે કૃષિ વૈજ્ઞાનિકો,તજજ્ઞો ભાગ લેશે અને જુદા જુદા વિષયો પર સંશોધન પેપરો અને સફળ વાર્તાઓ રજૂ કરશે. કૃલપતિ ર્ડા.સી.જે.ડાંગરીયાના માર્ગદર્શન હેઠળ બાગાયત વ વનીય મહાવિદ્યાલયના શાકભાજી વિજ્ઞાન પ્રભાગ દ્વારા હોર્ટિકલ્‍ચર સોસાયટી ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે યોજાનારા સેમિનારમાં પ્રોટેકટેડ કલ્‍ટીવેશન ઓફ હાઇવેલ્‍યુડ વેજીટેબલ ક્રોપ્‍સની રાજય તેમજ રાષ્‍ટ્રીય પરિસ્‍થિતિ અને તેનું ભવિષ્‍ય, જૈવિક વિવિધતા અને જેનિનિક સુધારણા, ટેકનોલોજીકલ ઇન્‍ટરવેન્‍શન, ઇમર્જીંગ ટ્રેન્‍ડસ ઇન પ્રોડેકટેડ કલ્‍ટીવેશન માર્કેટ ઇન્‍ટેલીજન્‍સ, ઇમ્‍પેકટ એન્‍ડ એસેસમેન્‍ટ ઓફ પ્રોટેકટેડ કલ્‍ટીવેશન, કાપણી પછી માવજત અને મુલ્‍યર્વધન જેવા વિષયો પર ગહન ચર્ચાઓ કરવામાં આવશે. સેમિનારનો પ્રારંભ રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુ કરશે. આ અવસરે ર્ડા.ત્રિલોચન મોહાપાત્રા, ર્પ્રા.બ્રહ્માસિંહ, ર્ડા.બલરાજસિંહ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્‍થિત રહેશે.આ પરિસંવાદ થી પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે રક્ષિત ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને લાભ થશે. ૨૦ જાન્‍યુઆરીએ સંકલન સમિતિની બેઠક મળશે :


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application