Tapimitra News-સુરત શહેરમાં વધતા જતાં પોઝીટીવ કેસને લઇ લોકોમાં ડરનો માહોલ દેખાઇ રહ્યો છે. ગુરૂવારે વધુ એક પોઝીટીવ કેસ આવ્યા હોવાની પુષ્ટી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કરી છે. પરંતુ સુરત હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા હજુ સુધી આની કોઇ માહિતી બહાર પાડવામાં આવી નથી. બીજી બાજુ બે દિવસ પહેલાં રાંદેર મેરૂલક્ષ્મીમાં આવેલા પોઝીટીવ કેસ ધરાવતી મહિલાની સારવાર અડાજણની બાપ્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. હજુ સુધી આ હોસ્પિટલના ડોકટર સહિતના સ્ટાફનું ચેકીંગ કરાયું ન હોવાનું જાણવા મળ્યુ છે. તેમજ હોસ્પિટલને ડિસ ઇન્ફેકશન પણ ન કરાઇ હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. બીજી બાજુ પોલીસ કમિશ્નરે પણ રાંદેરની મુલાકાત લીધી છે. શહેર જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કોરોનાના ૨૫ કેસ નોંધાયા છે. શહેરમાં નિવૃત જીવન ગાળતા અને કોરોનાની ઝપેટમાં આવી મંગળવારે મૃત્યુ પામેલા બાવન વર્ષીય અહેસાન ખાન રાંદેરની જે બિલ્ડીંગમાં રહેતા હતા. તે બિલ્ડીંગના ૬૮ વર્ષીય વોચમેનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે રાંદેર વિસ્તારમાં કોરોનાનો ખતરો ગંભીર રૂપ લઈ ચુક્યો છે. કોમ્યુનિટી સેમ્પલ ટેસ્ટમાં વોચમેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને કોરોનાના કોઈ લક્ષણો પણ નથી. દરમિયાન પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે હોટ સ્પોટ એવા રાંદેર વિસ્તારની મુલાકાત લઈને કડક અમલ કરાવવા સૂચના આપી હતી. સુરત જિલ્લામાં વધુ એક કેસ નોંધાતા આંકડો ૨૫ પર પહોંચી ગયો છે. જે પૈકી ચારના મોત થયા છે. જ્યારે પાંચ રિકવર થયા છે. સુરત શહેરમાં સૌથી વધુ કેસ રાંદેર વિસ્તારમાં નોંધાયા છે. જેમાં બેના મોત પણ થઈ ચૂક્યા છે. રાંદેર વિસ્તારને ક્લસ્ટર કનેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. ગુરૂવારે પોલીસ કમિશ્નર દ્વારા આ વિસ્તારની મુલાકાત લઇ તમામ માહિતી મેળવી પોલીસ અધિકારીઓને જરૂરી સુચના પણ આપી છે. હાલ સમગ્ર વિસ્તાર હોમ કોરોન્ટાઇન હોવા છતાં લોકો હજુ પણ ચોરી છુપેથી હરતા ફરતા જોવા મળી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને રાંદેર મેરૂલક્ષ્મીમાં ઝુબેદા સત્તાર પટેલ નામની મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના પરિવારના બે પુત્ર , બે વહુ અને પાંચ પૌત્ર અને દિકરી-જમાઇને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. પરંતુ ઝુબેદા પટેલની અડાજણની બાપ્સ હોસ્પિટલમાં જે ડોકટર પાસે સારવાર ચાલી રહી છે તે ડોકટરને હજુ પણ મનપાના અધિકારીઓએ હોમ કોરોન્ટાઇન કે કોઇપણ જાતની કાર્યવાહી કરી નથી. ના તો બાપ્સ હોસ્પિટલને સીલ મારી કે ના તો તેને ડિસ ઇન્ફેકશન કરાઇ છે. જો કે હજુ સુધી પાલિકા અંધારામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત શહેરમાં વધતા જતાં કેસોને લઇ પાલિકા પણ મુંજવણમાં મુકાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application