Tapi mitra News-ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે. આવામાં ૯ એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી કે, ગુજરાતમાં કુલ નવા ૫૫ કેસો છે. આ સાથે ગુજરાતમાં કોરોનોના કેસો આંકડો ૨૪૧ પર પહોંચી ગયો છે. જેમાંથી ૫૦ માત્ર અમદાવાદના જ છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો ૧૩૩ પર પહોંચ્યો છે. નવા કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. સર્વેલન્સ કરવાના કારણે આ કેસો સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે.અમદાવાદના વધી રહેલા કેસ અંગે તેમણે જણાવ્યું કે, દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર આ ત્રણ વિસ્તારમાં સૌથી વધુ કેસો ૫૦ આવ્યા છે. કુલ ૧૭૮૮ ટેસ્ટ કર્યા છે તેના આધારે પાંચ ટકાની સરેરાશથી પોઝિટિવ કેસો આવી રહ્યા છે. હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.નવા વધી રહેલા કેસ અંગે આરોગ્ય સચિવે જણાવ્યું કે, રાજ્યમાં symptomatic positive દર્દીઓની સંખ્યા પણ જોવા મળી છે. આ પ્રકારના લક્ષણો પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યાં છે. ખૂબ જ પ્રકારનાં લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે. આજના ૫૫ નવા દર્દીઓ આવ્યા છે, તેમાંથી ૮૦ ટકા આ પ્રકારના દર્દીઓ હોવાનું આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યા હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application