Tapimitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૦૮મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના ૨૪૮ શંકાસ્પદ કેસો છે, જે પૈકી ૨૧૧ નેગેટિવ રિપોર્ટ નોંધાયા છે. ૨૧ પોઝીટિવ અને ૧૬ રિપોર્ટ પેન્ડીંગ છે. આજે સુરતમાં ૨૦ શંકાસ્પદ કેસો ઉમેરાયા છે, જેમાંથી એક નવો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. રાંદેર અને બેગમપુરા-ઝાંપાબજાર એમ કોરોના હોટ સ્પોટ વિસ્તારો કુલ ૧૨૭ સ્થળો પર સેનિટાઇઝેશન અને ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ છે. અહી ક્લસ્ટર કન્ટેઈન્ટમેન્ટની કામગીરી વ્યાપક બનાવવામાં આવી છે. ક્લસ્ટર કન્ટેઈન્ટમેન્ટ હેઠળ શહેરના કોરોના માટે સંવેદનશીલ અને હાઈ રિસ્ક ધરાવતા સ્લમ એરિયા, શ્રમજીવી વિસ્તારોમાં ૧૯ ફિવર ક્લિનિક ખોલવામાં આવ્યા છે. જેમાં રાંદેર ઝોન માં ૦૩, સેન્ટ્રલ ઝોનમાં ૦૪, નોર્થ ઝોનમાં ૦૨, સાઉથ વેસ્ટ માં ૦૩, સાઉથ ઝોનમાં ૦૨, સાઉથ ઈસ્ટ ઝોનમાં ૦૧, વરાછા ઝોન એ માં ૦૧ અને અને બી ઝોનમાં ૦૩ ફિવર ક્લિનિકનો સમાવેશ થાય છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ૧૬ ટીમો બનાવી જરૂર લગતા કેસોને અલગ તારવવામાં આવે છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૧૫૫૮ લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. શહેરમાં આજરોજ ૨૫૬૮ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. ખાસ કરીને મેડિકલ સ્ટોર, ડેરી, શાકમાર્કેટ, દવાખાના, કરિયાણા દુકાનો, એમ્બ્યુલન્સ પર સેનિટાઇઝેશન અને ડિસઇન્ફેક્શનની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આ કામગીરી માટે એક નવા બ્લોઅર મશીન અને ફાયર વિભાગના વાહનો સહિત ૧૭ જેટલા સેનિટાઇઝ વાહનો દ્વારા ૩૦૦ કિમી જેટલા રસ્તા પર ડિસઇન્ફેક્શન અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. સુરતમાં માસ્ક ન પહેરનારા ૮૮ અને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર ૧૬૦ લોકોને દંડ કરવામાં આવ્યો છે.
લોકેશન બેઝ્ડ એપ્લિકેશન મારફત શંકાસ્પદ કેસો જાણવાની એપને ૪૪૨૦ લોકોએ ડાઉનલોડ કરી છે. આજ રોજ ૨૦૩૬ લોકોએ પાલિકાની વેબસાઈટ પર સેલ્ફ ડેકલેરેશન કર્યું હોવાનું મ્યુ.કમિશનરશ્રીએ જણાવ્યું હતું. ટ્રીપલ ટી- ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ ના એપ્રોચ સાથે સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર સર્વેલન્સમાં ૫૦૯ ટીમો દ્વારા કુલ ૪,૨૨,૯૯૧ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. કુલ ૧૧૪૨ એ.આર.આઈ.ના કેસો નોંધાયા છે. સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો તરફથી ૧,૯૬,૩૯૦ કિલોગ્રામ ખાદ્યસામગ્રી પ્રાપ્ત થઇ છે. પાલિકાના ૧૧ રિલીફ સેન્ટરો પર ૪૨૯ લોકો આશ્રય મેળવી રહ્યા છે. તેમને ભોજનને સુવિધા પૂરી પડાઈ રહી છે. મ્યુ.કમિશનરશ્રીએ કહ્યું કે, ૫,૩૪,૧૨૧ શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને સામાજિક સંસ્થાઓ તેમજ અક્ષયપાત્ર ફાઉન્ડેશનની સહાયથી ભોજન પહોચાડવામાં આવે છે. ગુજરાતભરમાં સુરત એક એવું શહેર છે જ્યાં સૌથી વધુ લોકોને મોટા પ્રમાણમાં ભોજન પૂરૂ પાડવામાં આવે છે. માસ્કની મોટા પ્રમાણમાં જરૂરિયાત હોવાથી શહેરના સખીમંડળો દ્વારા ૦૪ લાખ માસ્ક બનાવવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500