ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:કોરોના મહામારી ની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે, આખા વિશ્વ ને ભરડા મા લેનારી આ બિમારી દેશ મા પણ ઘુસી ચુકી છે, અને દેશ મા પણ પાંચ હજાર કરતા વધુ સંક્રમણ ના કેસો ટ્રેસ થઈ જતાં હવે મુશકેલીઓ વધે તેવા સંજોગો ના નિર્માણ વચ્ચે લોકો પોતાના ઘરો માંજ રહે અને સંક્રમણ ના ખતરા થી દુર રહે તેવી પ્રબળ ભાવના શાથે લોકો ના સ્વાસ્થ્ય અને સલામતી માટે ગુજરાત પોલીસના ડીજીપી શિવાનંદ ઝા ની સીધી સુચના થી દરેક જીલ્લા મા પોલીસ ને કડક બનવા સુચના આપી દેવા મા આવી છે અને વગર કામે બહાર લટાર મારવા નિકળતા યુવાનો ને જેર કરવા તેમજ સોસાયટીઓ અને ફળીયાઓ મા ટોળાં બની ને બેસી રહેતા લોકો ને લોકડાઉન ભંગ ના ગુના મા ઝડપી લેવા માટે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરા ની મદદ થી સર્વેલન્સ કરવામા આવી રહ્યું છે અત્યાર સુધી ઘણા બધા લોકો ને ડ્રોન કેમેરા ની મદદ થી લોકડાઉન નો ભંગ કરતા અને ટોળે વળતા લોકો ને ઝડપી પાડવામાં આવ્યા છે.
High light-આ ઝુંબેશ ના ભાગ રુપે આજે લાલટાવર, દરબાર રોડ વિસ્તાર મા પેટ્રોલીંગ મા નિકળેલી રાજપીપળા LCB પોલીસ દ્વારા ડ્રોન કેમેરો ઉડાવી ચાંપતી નજર રખાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application