ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા માં હાલ લોકડાઉન સમયે ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી કેટલીક ખાદ્ય સામગ્રી, શાકભાજી નો જથ્થો ખૂટી પડતા કે અછત વાર્તાતા સવારે બે કલાક ખુલતી દુકાનોમાં શાક માર્કેટ માં અમુક વસ્તુઓ ન મળતા ગ્રાહકો ને મુશ્કેલી ઉભી થઇ છે જ્યારે કેટલાક વેપારીઓ પાસે જો આવી જરૂરી વસ્તુ કે શાકભાજી હોય તો તે અછત ના કારણે વધુ ભાવ વસુલાતા હોવાની ફરિયાદ સંભળાઈ રહી છે.વજોકે કોઈ ગ્રાહક જાગૃત બની આવી બાબતે ફરિયાદ કરતા ન હોય માટે આવા લોકો પોતાની મનમાની કરી મજબુરી નો ફાયદો ઉઠાવતા હોય ત્યારે લોકો એ આવી બાબતે સામે આવી ફરિયાદ કરવી જરૂરી બને છે. પાન પડીકી,ગુટખા સિગારેટ જેવી વ્યસન ની વસ્તુઓ માં કાળા બજાર કરતા તત્વો બાદ હવે ખાદ્ય સામગ્રી માં જો આમ લૂંટ કરતા હોવાની વાત સાચી હોય તો ગ્રાહકે ચોક્કસ આવા સમયે જાગૃત થઈ આવા તત્વો વિરુદ્ધ ફરિયાદ આપવી સબક શીખવાડવો જોઈએ નહીં તો આવા તત્વો સાથે સાચા વેપારીઓ પણ બદનામ થઈ રહ્યા છે માટે મામુલી વધુ નફા ની લાલચ રાખતા તત્વો ની શાન ઠેકાણે લાવવી જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application