Tapimitra News-વલસાડ જિલ્લાના વાપી જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલા વિવેક સુપર સ્ટોર દુકાન દ્વારા અનાજ સહિત અન્ય સામગ્રીના વધુ ભાવો વસુલતા હોવાનો મેસેજ નાયબ કલેક્ટર વાપીને ટવીટર ઉપર મળ્યો હતો. આ સંદર્ભે વાપીના મામલતદાર તેમજ નાયબ મામલતદારની ટીમ દ્વારા મહિલા નાયબ મામલતદાર અને ડમી ગ્રાહકને દુકાનમાં ખરીદી કરવા મોકલાવી હતી. ત્યારે તપાસની કામગીરીમાં દુકાનદાર ગ્રાહકો પાસેથી બજાર કિંમત કરતાં વધુ ભાવ વસુલતા હોવાનું તથા એક્ષ્પાયરી ડેટ વાળી વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોવાનું જણાયું હતું. જાહેર આરોગ્યને નુકશાન ન થાય તે હેતુથી વિવેક સુપર સ્ટોરને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application