Tapimitra News-કોરોના વાયરસને વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આજે દિન પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે. ત્યારે આ મહામારીથી બચવા રાજય સરકાર અનેક પગલાં લઇ રહી છે. વલસાડ જિલ્લામાં પણ કોરાના વાયરસ રોગ સામે તકેદારી રાખવાના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેકટર શ્રી સી.આર.ખરસાણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જિલ્લા કલેકટર શ્રી સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, રાજય તથા આજુ બાજુના રાજ્ય તેમજ જિલ્લાઓમાં વધી રહેલા કોરોના વાયરસના વ્યાપને ધ્યાને રાખી વલસાડ જિલ્લા માટે કન્ટેઇન્મેન્ટ પ્લાન એટલે કે, શત્રુ સામે લડવા માટેની નીતિ તૈયાર કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલાક પ્રતિબંધક આદેશો કરવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામાના ભંગ બદલ ૧૨૪૭ સામે ફરિયાદ નોંધી એફ.આઇ.આર. નોંધવામાં આવી છે. ૨૬૩૨ વાહનો ડીટેઇન અને રૂા.૩.૮૨ લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. ૧૬ જેટલા કેસો સીસીટીવી અને ૮૯ કેસો ડ્રોન થી નોંધવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, અફવા ફેલાવનારાઓ ઉપર પોલીસ સતત નજર રાખી રહી છે. કોઇ પણ શાબ્દિક કે સોશિયલ મીડીયામાં અફવા ફેલાવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. બિનજરૂરી ઘરથી બહાર ન નીકળી જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે જણાવ્યું હતું કે, સેલવાસને અડીને આવેલા કચીગામ, બોરીગામ અને બોરલાઇ ગામના આંતરીક રસ્તા બંધ કરી મુખ્ય રસ્તાથીએજ નીકળવા માટે નકકી કરાયું છે. ગામમાં કોઇ પણ વ્યકિતને કોરોના વાયરસને લગતા કોઇ લક્ષણ જણાય તો તેની તાત્કાલિક જાણ કરવા માટે તથા તમામને આરોગ્યની કાળજી રાખવા જણાવ્યું હતું.જિલ્લામાં ૧.૭૬ લાખ જેટલા રેશનકાર્ડધારકોને અનાજ તેમજ અન્નભ્રહ્મ યોજના હેઠળ આઠ હજાર લોકોને રાશન પૂરું પાડવામાં આવ્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અઢી લાખ જેટલા ફૂડ પેકેટ અને કીટનું વિતરણ કરાયું છે. જિલ્લામાં આવશ્યક દવાઓનું ઉત્પાદન કરતી ૩૦૦ જેટલી કંપનીઓ ચાલુ કરવામાં આવી છે.આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ તેમજ એપેડેમીક અધિકારી ડૉ.મનોજ પટેલ અને મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application