Tapimitra News-હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (કોવિદ-૧૯)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં તા.૨૫/૩/૨૦૨૦ થી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરાયું છે. આ આમ છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા લોકોને અટકાવવા અને લોકડાઉનનો ચુસ્તપણે અમલવારી કરવા માટે વલસાડ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણે કેટલાક નિયંત્રણો જાહેર કર્યાં છે. જે અનુસાર જિલ્લાના કોઇપણ વ્યક્તિએ સક્ષમ સત્તાધિકારીની લેખિત પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય વાહન લઇને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં અને જિલ્લાની હદ પસાર કરવી નહીં અને કોઇપણ વ્યક્તિએ બહારથી આ જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહીં. જિલ્લાના તમામ ગામોમાં પ્રવેશ તેમજ ગામમાંથી બહાર નીકળવા માટે એક રસ્તા સિવાયના અન્ય કોઇ પણ પ્રવેશ/ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે નહીં. આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન, ખેતી-બાગાયત તેમજ આરોગ્ય સાથે સંકળાયેલા બાબતોના પરિવહન માટે ગામના અન્ય પ્રવેશ દ્વાર, રસ્તા વગેરે અવરોધ પેદા કરે તે રીતે બંધ કરવાના રહેશે નહીં. સક્ષમ અધિકારી પાસેથી જરૂરી પાસ મેળવીને નીકળતા વાહનો સહિતના તમામ વાહનોના કિસ્સામાં અતિઆવશ્યક સંજોગો સિવાય બે પૈંડાવાળા વાહનો ઉપર એકથી વધુ વ્યક્તિઓ તેમજ ચાર પૈડાવાળા વાહનોમાં ડ્રાઇવર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ બેસી શકશે નહીં. માત્ર મેડીકલ કારણોસર પ્રવાસ કરી શકાશે. આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટેના વાહનો (ગુડઝ વ્હીકલ)ને ઉપરોક્ત પ્રતિબંધ લાગુ પડશે નહીં, પરંતુ તેમાં કોઇપણ રીતે મુસાફરોનું વહન કરી શકાશે નહીં. વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કરિયાણું/ ગ્રોસરી વસ્તુઓનું (ફાર્મસી/ દવાઓ-મેડીકલ સ્ટોર સિવાય) સવારે ૯-૦૦ થી ૨-૦૦ કલાકના સમયગાળા દરમિયાન સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે રીતે વિતરણ કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓના હોલસેલર વિક્રેતાઓ રીટેઇલરને ઉપરોક્ત સમયગાળા દરમિયાન ડીલીવરી કરી શકશે. હોમ ડીલીવરી માટે જ્યારે હોલસેલર અથવા રીટેઇલર પોતાના સ્ટોર/ દુકાનમાંથી સામાન બહાર કાઢતા હોય તે સમયે રીટેલ ગ્રાહકોને વેચાણ કરી શકશે નહીં. વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શાકભાજી કે ફળફળાદિ સવારના ૬-૦૦ થી ૧૦-૦૦ કલાક સુધી સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે રીતે ખરીદ-વેચાણ કરી શકશે. છુટક વેપારીઓએ એપીએમસી ખાતે જવું નહીં. ફળ-શાકભાજીની લારીવાળા વેપારીઓએ તેમને ફાળવેલ સોસાયટી, વોર્ડ, શેરીઓમાં જ વિતરણ કરવાનું રહેશે, પરંતુ એકસાથે એક જગ્યાએ ઊભા રહી શકાશે નહીં, તથા શકય હોય ત્યાં સુધી હોમ ડીલીવરી પહોંચાડવાની રહેશે.સમગ્ર વલસાડ જિલ્લામાં અમૂલ પાર્લર/ દૂધ પાર્લર ઉપરથી સવારે ૬-૦૦ થી ૧૦-૦૦ કલાક સુધી તેમજ સાંજે ૫-૦૦ થી ૮-૦૦ સુધી દૂધનું વેચાણ કરવાનું રહેશે.આ ઉપરાંત પશુદાણ, ઘાસચારા, એગ્રો ઇનપુટ યુનિટ એકમો સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધીના સમયગાળામાં જ ખુલ્લા રાખી શકશે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઇસ્યુ થયેલા પાસ ઉક્ત સમયગાળા દરમિયાન જ ઉપયોગ કરી શકશે, ત્યારબાદ આપોઆપ જ રદ ગણાશે. દરેક નાગરિકોએ આકસ્મિક સંજોગો, ઇમરજન્સી હોસ્પિટલ સેવાઓ સિવાય ઘરની બહાર નીકળી શકશે નહીં તેમજ ઘરની બહાર જાહેર રસ્તા પર મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કે અન્ય કોઇ પ્રવૃત્તિ કરી શકશે નહીં. સ્વૈચ્છિક સંસ્થાઓને ટીફીન સેવા, અનાજ કે વિતરણ, ફુડ પેકેટ, માસ્ક, સેનેટાઇઝર વિતરણ કરવા માટે આપવામાં આવેલા સફેદ પાસ રદ કરવામાં આવે છે અને જરૂર જણાયે પાસ નવેસરથી મેળવવાના રહેશે. ફક્ત ભિક્ષુક ગૃહ ટીફીન સેવા, હોસ્પિટલ ટીફીન સેવા અને સીનિયર સીટીઝન ટીફીન સેવાને તેમાંથી મુક્તિ આપવામાં આવે છે. સ્વૈચ્છિક સંસ્થાઓએ સંબંધિત મામલતદાર પાસેથી પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. બેંક, પોસ્ટ, ડી.જી.વી.સી.એલ તેમજ તમામ સરકારી કર્મચારીઓએ તેમના કચેરી દ્વારા આપવામાં આવેલા ઓળખકાર્ડ અથવા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા પાસ સાથે રાખીને તેઓની કચેરી/ ફરજના સ્થળે જઇ શકશે. આવા કર્મચારીઓને કોઇ અગવડ પડે નહીં તેની સંપૂર્ણ તકેદારી પોલીસ કર્મચારીઓએ રાખવાની રહેશે. કેન્દ્ર સરકારના જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવેલા ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ કે જેઓને સંબંધિત મામલતદાર દ્વારા મુક્તિ પાસ આપવામાં આવ્યા હોય તેઓ ઘરેથી વ્યવસાયના સ્થળે તથા વ્યવસાયના સ્થળેથી ઘરે જઇ શકશે.પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના વિક્રેતાઓ સરકાર દ્વારા આપવામાં આવેલી વખતો વખતની સૂચનાઓ મુજબ અનાજનું વિતરણ ચાલુ રાખી શકશે અને તેઓની આપવામાં આવેલા પાસ માન્ય ગણાશે.ઉક્ત સમયગાળા દરમિયાન તમામ સરકારી અને નગરપાલિકા અને પંચાયત સેવાઓ, ખાદ્યપદાર્થો તથા ખાદ્યસામગ્રી, પેસ્ટકંટ્રોલ અને આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ લેબોરેટરી, દવા/ મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની તથા તેમના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, ફાર્મસી, આરોગ્યલક્ષી સેવાઓ, પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધી સેવાઓ, વીજળી ઉત્પાદન, વિતરણ અને મેઇન્ટેનન્સ અંગેની સેવાઓ, ઇન્ટરનેટ, ટેલીફોન, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તથા આઇટી અને આઇટી સંબંધિત સેવાઓ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિકસ અને સોશ્યલ મીડિયા, પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થાને લગતી સેવાઓ, પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી, સી.એન.જી., પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન સેવાઓ, પોસ્ટ અને કુરિયર સર્વિસ, આવશ્યક સેવા સાથે સંલગ્ન ખાનગી સીકયુરીટી સેવા (પોલીસ અધિક્ષકની પૂર્વ મંજૂરી સહ), તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ તા તેને સંલગ્ન ઇ-કોમર્સ ઉપરાંત અતિઆવશ્યક સેવાઓ ચાલુ રહેશે. high light-આ હુકમની અમલવારી તાત્કાલિક અસરથી તા.૧૪/૪/૨૦૨૦ સુધી કરવાની રહેશે...... આ જાહેરનામું કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના વિવિધ જાહેરનામા/ આદેશોથી જે બાબતો ઉપર પ્રતિબંધ મૂકાયો નથી તે બાબતો આ જાહેરનામાથી પ્રતિબંધિત ગણાશે નહીં. સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય કે તેમજ હોમગાર્ડ કે સરકારે કે અર્ધસરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ અથવા કામગીરીમાં હોય સરકાર દ્વારા જાહેર કરેલા રોજિંદા જીવનજરૂરિયાતના આવશ્યક ચીજવસ્તુઓના ધંધા/ વ્યવસાયમાં સંકળાયેલા લોકો કે જેઓને સક્ષમ સત્તા અધિકારીની પૂર્વ મંજૂરી મેળવી હશે તેમને લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સરકારના વિવિધ એકટ મુજબ શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવડોદરામાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
November 23, 2024વડોદરામાં બાઈક સવાર દંપતિનો અછોડો તોડી બાઈક સવાર ફરાર
November 23, 2024Complaint : પૈસાની લેતીદેતી મામલે યુવક પર છરી વડે હુમલો
November 23, 2024