Tapimitra News-કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેર પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજરોજ જાહેરનામા ભંગ બદલ ૪૧૮ જેટલા આરોપીઓની અટક કરીને ૧૩૩૩ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ ૩૫૩૬ આરોપીની અટકાયત કરી ૯૦૯૭ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ૧૫૪ ડ્રોન કેમેરામાં, આઠ સી.સી.ટીવી કેમેરા, ૨૦ સાયબર ક્રાઈમ હેઠળ આરોપીઓની અટકાયત કરીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી નાગરિકોને ઘરમાં રહો સુરક્ષીત રહોની અપીલ સૂરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application