Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેર-જિલ્લામાં પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જનધન યોજનામાં ૫.૮૫ લાખ મહિલા બચત ધારકોના ખાતામાં  રૂ. ૫૦૦ લેખે કુલ ૨૯ કરોડ જેટલી ઘનરાશી જમા..

  • April 08, 2020 

Tapimitra News-કોરાના નોવેલ-૧૯ વૈશ્વિક મહામારી વચ્ચે લોકડાઉનના કારણે મહિલાઓને રાહત મળે તેવા આશયથી ભારત સરકારનાં ગ્રામિણ વિકાસ વિભાગ દ્વારા પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જન ધન ખાતું ધરાવતી મહિલાઓના બચત ખાતામાં રૂા.૫૦૦ની રકમ ત્રણ મહિના સુધી જમા કરવાની શરૂઆત કરવામાં આવી છે.જે અંતર્ગત તા.૮મીના રોજ પ્રથમ તબક્કામાં સુરત જિલ્લામાં ૫.૮૫ લાખ જનધન યોજના હેઠળના મહિલા બચત ખાતા ધારકોના ખાતામાં રૂા.૨૯ કરોડ જમા કરવામાં આવ્યા છે. સુરત શહેર-જિલ્લામાં કુલ ૧૫.૨૭ લાખ જેટલા જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. જેમાંથી મહિલા ખાતા ધારકોના ખાતામાં રકમ જમા કરવામાં આવી છે. આજ દિન સુધી જમા થયેલા પૈસાઓ માંથી રૂા.૬૫૬૦૦ જેટલી બહેનો દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છેઃ high light-મહિલાઓ પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે....... આ જમા થયેલ રકમ ઉપાડવા વધુ પડતા લોકો એક સાથે ભેગા ન થાય અને Social Distancing જળવાઇ તે માટે સરકારશ્રી દ્વારા રકમ ઉપાડવા માટે જુદા જુદા તબક્કાઓ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ વિભાગ તથા અન્ય સરકારી વિભાગો દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવી રહ્યો છે.મહિલા ખાતા ધારકોમાં સૌથી વધુ બેંક ઓફ બરોડામાં ૨.૪૯ લાખ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ૧.૬૫ લાખ, બેંક ઓફ ઈન્ડિયામાં ૫૨ હજાર તથા પી.એન.બી.બેંકમાં ૨૫ હજાર ખાતા ધારકો તેમજ અન્ય બેંકો સહિત ૫.૮૫ લાખ ખાતાઓમાં રકમ જમા કરવામાં આવી છે. મહિલાઓ પોતાના એ.ટી.એમ., બેંકમાંથી, બેંક મિત્ર કે પોસ્ટમાંથી નાણા ઉપાડી શકશે. તેમ સુરત બેંક ડિસ્ટ્રીક્ટ મેનેજર, લિંડ બેંકનાશ્રી રસીકભાઈ જેઠવા દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application