ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ. કશ્યપ તરફથી આજે તા.૮ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ગરૂડેશ્વર તાલુકાના ઝરીયાવાડી ગામની ૧ મહિલા અને ૧ પુરૂષ સહિત બે શંકાસ્પદ દરદીઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને ચકાસણી માટે મોકલાયેલા તેમના સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટીવ આવ્યા છે. આમ, જિલ્લાનાં આજદિન સુધી ચકાસણી માટે મોકલાયેલા તમામ ૯ દરદીઓના રિપોર્ટ નેગેટીવ આવેલ છે. આજની સ્થિતિએ જિલ્લામાં એકપણ કેસ પોઝિટીવ નોંધાયો નથી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વધુ જાણકારી મુજબ આજની પરિસ્થિતિએ હોમ કોરોન્ટાઇનમાં ૧૪ અને સરકારી આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ખાતે ૧૯ કોરોન્ટાઇન સહિત જિલ્લામાં કુલ ૩૩ વ્યક્તિઓ કોરોન્ટાઇન હેઠળ છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application