Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આવશ્‍યક ચીજવસ્‍તુઓનો વધુ ભાવ લેતા એકમો સામે કાર્યવાહી

  • April 07, 2020 

Tapimitra News-કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્‍ચે લોકડાઉનના સમયગાળા દરમિયાન વલસાડ જિલ્લામાં આવશ્‍યક ચીજવસ્‍તુઓ વેચતા ૧૧ જેટલા એકમો સામે લીગલ મેટ્રોલોજી એકટ તેમજ પેકેજડ કોમોડીટી રુલ્‍સના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ એકમો પૈકી દૂધના ભાવ વધારા બદલ ન્‍યુ આશાપુરા કિરાણા, મુ.કાકડમટી, તા.વલસાડ, અશોક કિરાણા, મુ.કાકડમટી, તા.વલસાડ, સિદ્ધિવિનાયક પ્રોવિઝન સ્‍ટોર, મોગરાવાડી, વલસાડ, આદર્શ કિરાણા સ્‍ટોર્સ, મોગરાવાડી, વલસાડ, વિશાલ પ્રોવિઝન સ્‍ટોર, મોગરાવાડી, વલસાડ, પી.સી.આર. કાયદા ભંગ બદલ ગજાનંદ ટ્રેડર્સ, પ્રભુ ફળિયું, ધરમપુર, રઘુવંશી ટ્રેડર્સ, સમડીચોક, ધરમપુર, દિપ પ્રોવિઝન, ધરમપુર તેમજ બજરંગ કિરાણા, ખારવેલ, તા.ધરમપુર, તિરુપતિ તેલ ભાવ વધારા બદલ કમલ સુપરમાર્કેટ, ત્રણદરવાજા, ધરમપુર તેમજ કાંટા વજન પ્રમાણિત કરેલા ન હોવાથી યોગેશ રમેશભાઇ પટેલ, મુ.બામટી, તા.ધરમપુર મળી કુલ ૧૧ એકમો પાસેથી માંડવાળ ફી પેટે ૨૦૫૦૦/-ની વસુલાત કરવામાં આવી હોવાનું કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application