Tapimitra News-રાજ્યનું કોઇપણ બાળક કુપોષિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૩ થી ૬ વર્ષના બાળકોને ગરમ નાસ્તો અને બપોરનું ભોજન આપવામાં આવે છે. પરંતુ હાલની કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન દરમિયાન આંગણવાડીઓ બંધ હોવાથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનો દ્વારા આવા બાળકોને ટેક હોમ રાશન ઘરે-ઘરે જઇ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વિતરણની સાથે સાથે કોરોના વાયરસ અંગેની જાગૃતિ ફેલાવી તેઓ ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application