Tapimitra News-સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 6 પોઝિટિવ કેસ સામે આવતા આંકડો 19 પર પહોંચી ગયો છે. બે દિવસથી ત્રણ-ત્રણ કેસ સામે આવતા પાલિકા કમિશનરે ગંભીરતા વધી જતા ચેતવણી આપી છે કે, જો આમ જ કેસ વધશે તો આવનાર દિવસોમાં કપરા દિવસો આવી શકે છે. જ્યારે હવે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પણ દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ એકેડેમિક ડિસીઝ એક્ટ-1897 હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરાઈ છે.અત્યાર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ 247 લોકો પાસેથી 100 રૂપિયા લેખે 24,700 કુલ દંડ વસૂલાયો છે. રવિવારે ત્રણ કેસ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે ફરી ત્રણ કેસ પોઝિટિવ આવ્યાં છે હવે આ વિષય સેન્સિટિવ થતો જાય છે. દરરોજ કેસ ડબલ થઈ રહ્યાં છે, પહેલાં જે એક એક કેસ આવતો હતો, હવે ત્રણ ત્રણ આવવા માંડ્યા છે તેથી ગંભીરતા વધી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application