Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં સાયકલ ખરીદવાના પૈસા બાળકે આપ્યા દાનમાં 

  • April 07, 2020 

Tapimitra News-કોરોના જેવી મહામારી સામે આખી દુનિયા લડી રહી છે. ત્યારે સુરતના એક નવ વર્ષના બાળકે પીગી બેંકના તમામ રૂપિયા કોરોના ફંડમાં આપી દીધા હતા. સાયકલ ખરીદવા છેલ્લા સાત મહિનાથી ભેગા કરેલા 4825 રૂપિયા બાળકે ફંડમાં આપી દીધા હતા. ડુમસ રોડ પર અવધ કેરોલીના કેમ્પસમાં રહેતા નવ વર્ષીય બાળક ક્રિષ્ના સોમાણી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. ક્રિષ્નાએ સાયકલ ખરીદવા માટે પીગી બેંકમાં 4825 રૂપિયા ભેગા કર્યા હતા. છેલ્લા સાત મહિનાથી એકઠી કરેલી રકમમાં તેના પિતાએ અન્ય રકમ ઉમેરી સાયકલ લેવાનું વચન આપ્યું હતું. શાળાના વેકેશનનના દિવસોમાં કોરોના મહામારી ફેલાઈ ગઈ છે. ત્યારે કોરોનાની સાયકલ આગળ વધતી અટકાવવા નાનામાં નાની મદદ પણ ક્યાંકને ક્યાંક દવા બનીને અસર કરી જાય છે. તે હેતુથી ક્રિષ્નાએ પીગી બેંકના રૂપિયા આપવાની વાત કરી હતી. જેથી પિતા-માતા પુત્ર સાથે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. ક્રિષ્ના અને તેનો પરિવાર પાલિકા કમિશનર બંછાનિધી પાનીને મળ્યા હતા. નવ વર્ષના બાળકના હાથમાં પીગી બેંક જોઈ કમિશનરને પણ આશ્વર્ય થયું હતું. પિતાએ તેમના દીકરાની હકીકત જણાવતા કમિશનરે પણ બિરદાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application