Tapimitra News-હાલ કોવીડ-19 કોરોનાના કારણે લોક ડાઉનની સ્થિતિ છે. ત્યારે લીંબાયતમાં એક બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે સીસીટીવીના આધારે ધરપકડ કરી છે. ગત 24મી માર્ચના રોજ લિંબાયતમાં એક ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારાયાનું સામે આવ્યું હતું. જેથી લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી બાળકીને લઈને જતો હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. લિંબાયત પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરાની તપાસ કરતાં પટેલ નગર બ્રીજ પાસે આવેલ સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ ખાતે અપહ્યત બાળકી રાહદારીને મળી હતી. જેથી બાળકીને સ્મીમેર ખાતે લઈ જવાઈ હતી. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. આથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસને બાતમી મળી કે આરોપી એકાદ મહિના પહેલા ગોડાદરા સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતો હતો. જેથી તે જગ્યાએ પુછપરછ કરતાં આરોપીનું પુરૂ નામ અતુલ ઉર્ફે કરણ ઉર્ફે ભુર્યો ઉર્ફે દાદુ રાજુ જાદવ અને શાંતિનગર સોસાયટી લિંબાયત ખાતે હાલ રહેતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપીની ત્યાંથી ધરપકડ કરી હતી. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application