Tapimitra News-હાલ કોરોના વાયરસ પ્રકોપ દરમ્યાન વિશ્વ ભરમાં જે હાહાકાર મચી ગયો છે. ત્યારે સુરત શહેરમાં ઘણી બધી સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થઇ રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં થતી સેવાકિય પ્રવૃત્તિ. રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલ અકબર શાહીદની દરગાહ પાસેના યુવાનો દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ યુવાનો છેલ્લા દસ દિવસથી ગરીબ અને શ્રમજીવી પરિવારોને વિનામૂલ્યે કીટ આપી રહ્યા છે. અત્યાર સુધી આ યુવાનો ચાર હજાર જેટલી કીટનું વિતરણ કરી ચુક્યા છે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગરીબ લોકોને બે ટાઇમનું પૌષ્ટિક જમવાનું આપી રહ્યા છે આશરે બે હજારથી વધુ લોકોને જમાડી રહ્યા છે. કીટમાં પાંચ કિલો ચોખા, ત્રણ કિલો ઘઉંનો લોટ, ચા પત્તિ, તેલ મસાલો દાળ વગેરે જેવી વસ્તુઓ આપવામાં આવી રહી છે. વધુમાં સરથાણા દવે મીઠાઈ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ દવે મીઠાઈ દ્વારા ઉત્તમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસથી તેઓ અવિરતપણે આ કાર્ય કરી રહ્યા છે. તેઓ જમવામાં શાક રોટલી, દાળ ભાત, બટેકા પૌવા, મસાલા ભાત જેવું પૌષ્ટિક જમવાનું લોકોને જમાડી રહ્યા છે. છેલ્લા 12 દિવસથી આ સેવાભાવિ લોકો રોજના ચાર હજાર લોકોને જમવાનું પોહચાડી રહ્યા છે. જયારે આ સમયમા સમગ્ર સુરત શહેરમાં રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને અત્યાચાર વિરોધી ટાઇગર ફોર્સ સંસ્થા દ્વારા છેલ્લા 12 દિવસથી શહેરના અમરોલી, કોસાડ, ઉતરાણ, વરાછા વિસ્તારમાં દરરોજ બપોરે 1000 ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 12000 જેટલાં ફૂડ પેકેટ વિતરણ થઈ ચૂક્યા છે. સંસ્થાનાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંસ્થા દ્વારા દરેક દિવસનું અલગ અલગ જમવાનું તૈયાર કરવામાં આવ્યું છે સમસ્ત ટાઇગર ફોર્સ ટીમ સભ્યો દ્વારા સરકાર ના નીતિ નિયમો તેમજ માસ્ક, હાથના મોજા, સેનીટાઈઝરનો ઉપયોગ કરી સમગ્ર પ્રક્રિયા દરમ્યાન સાવચેતીના પગલાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વધુમાં ટાઇગર ફોર્સ સંસ્થા દ્વારા સમગ્ર લોક ડાઉન દરમિયાન રોજ સેવા આપવામાં આવશે અને રોજ ૧૦૦૦થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી ગરીબોને વિતરણ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500