Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:તા.૧૭મી મે નારોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તળાવ ઉંડુ કરવા તેમજ સાફ-સફાઈ કામગીરીનો પ્રારંભ કરાવશે

  • May 16, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવાઃગુજરાત રાજ્યના સમગ્ર જિલ્લાઓમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ,ચેકડેમ ઉંડા કરવાની, ખેતતલાવડી બનાવવા વિગેરેની કામગીરી વહીવટી તંત્ર અને જનભાગીદારીથી શરૂ કરવામાં આવી છે.સમગ્ર ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓમાં જળસંચયની કામગીરીનો પ્રારંભ તા.૧લી મે થી થયેલ છે.ત્યારે ૧૭મી મે નારોજ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તળાવ ઉંડુ કરવા તેમજ તળાવની સાફ-સફાઈ કામગીરીનો પ્રારંભ કરાવશે.આ પ્રસંગે ૭૫ વર્ષ પુરાણા આહવા તળાવને ઉંડુ કરવાની કામગીરી હાથ ધરાશે.જેમાં ૭૦૦૦ ધનમીટર માટી ખોદકામ થશે તથા ૭૦ લાખ લીટર પાણીનો સંગ્રહ શક્તિમાં વધારો થશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુરાવ ચૌર્યા તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ/પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં એક બેઠક યોજાઈ હતી.શ્રી વઢવાણિયાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિને પ્રારંભ થયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા.૧૭-૦૫-૨૦૧૮ ના રોજ ૧૧-૫૦ કલાકે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તળાવને ઉંડુ કરવા,સાફ-સફાઈ કરવાની કામગીરીનો પ્રારંભ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાશે.ત્યારબાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત શરૂ કરાયેલ કામગીરીની સમીક્ષા કરતા નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,વોટરશેડ,દમણગંગા તેમજ વન વિભાગ દ્વારા લોકભાગીદારીના કુલ-૪૮ કામો,મનરેગા હેઠળ ચેકડેમ ઉંડા કરવાના તથા ખેત તલાવડી બનાવવાના કુલ-૧૨૭ કામો,દમણગંગા (વેર-૨) દ્વારા ચેકડેમ ડીસીલ્ટીંગના કુલ ૧૮ કામો અને વન વિભાગ દ્વારા જુદા જુદા કામો કુલ-૧૧૪ કામો મળી કુલ-૩૦૮ કામોનું આયોજન કરી,જિલ્લામાં ૨૭૮ જેટલા કામો શરૂ કરવામાં આવેલ છે.આ કામો ૩૧ મે-૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.જેનો કુલ ખર્ચ રૂા.૬૧૮.૧૩ લાખ થશે.

       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application