Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આવશ્‍યક ચીજવસ્‍તુઓના વેચાણમાં નિયમ ભંગ કરતા એકમો સામે કાર્યવાહી

  • April 05, 2020 

સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:કોરોના વાયરસને નિયંત્રિત રાખવા અને તેનો વધુ પ્રસાર ન થાય તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્‍યું છે. વલસાડ જિલ્લામાં લોકડાઉનના સમય દરમિયાન ગ્રાહકો પાસેથી આવશ્‍યક ચીજવસ્‍તુઓના એમઆરપી કરતાં વધુ ભાવ લેવા, નક્કી કરેલા જથ્‍થા કરતાં ઓછો જથ્‍થો આપવા તેમજ કાંટા-વજન પ્રમાણિત ન કરેલા હોય તેવા સાત જેટલા એકમોના સંચાલકો પાસેથી માંડવાળ ફી પેટે કુલ ૬૯૦૦ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે, જ્‍યારે એક વેપારી સામે કાર્યવાહી ચાલુ છે. આ એકમો પૈકી હસમુખભાઇ ભાનુશાલી, પારનેરા પારડી સામે દૂધ પેકેટ ભાવ વધારો, પૂજા જનરલ સ્‍ટોર, મોગરાવાડી, વલસાડ સામે તિરૂપતિ તેલ તથા દૂધ પેકેટ ભાવ વધારો, રવિરંજન કુમાર ગુપ્‍તા, અટકપારડી સામે નક્કી કરેલ જથ્‍થા કરતાં ઓછા ફળ આપવા, પપ્‍પુકુમાર નગીનરામ મહાતા, અટકપારડી સામે નક્કી કરેલ જથ્‍થા કરતાં ઓછા ફળ આપવા, ઇન્‍દુબેન કાન્‍તીભાઇ, અટકપારડી સામે કાંટાવજન સમયસર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્‍યું ન હોવાથી, મહાવીર કિરાણા સ્‍ટોર, રોણવેલ સામે તિરૂપતિ તેલ ભાવ વધારે લેવા, મોહનભાઇ કિરાણા સ્‍ટોર, કોસમકુવા સામે દૂધના પેકેટ ઉપર વધુ ભાવ લેવા તેમજ રાજહંસ ટ્રેડર્સ, ગાડરીયા સામે ધંધાના સ્‍થળે વજનકાંટા પ્રમાણિત કર્યા અંગેનું પ્રમાણપત્ર પ્રદર્શિત કરાયેલું ન હોવાથી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application