સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:કોરોના વાયરસને નિયંત્રિત રાખવા અને તેનો વધુ પ્રસાર ન થાય તે માટે માસ્ક પણ જરૂરી છે. વલસાડ જિલ્લામાં કેટલાક મેડીકલ સ્ટોર્સના સંચાલકો ગ્રાહકો પાસેથી થ્રી લેયર માસ્કના વેચાણમાં એમઆરપી કરતાં વધુ ભાવ લેતા હોવાની ફરિયાદો મળતાં ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાના વિવિધ મેડીકલ સ્ટોર્સની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન દશ મેડીકલ સ્ટોર્સ વધુ ભાવ લેતા જણાયા હતા. આ મેડીકલ સ્ટોર્સ પાસે માંડવાળ ફી પેટે કુલ ૨૦ હજાર રૂપિયાની વસુલાત કરવામાં આવી હોવાનું કાનુનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરીના મદદનીશ નિયંત્રણ દ્વારા જણાવાયું છે. આ દશ મેડીકલ સ્ટોર્સમાં (૧) શાહ સર્જીકલ-વલસાડ, (૨) જગદીશ મેડીકલ સ્ટોર, તિથલ રોડ, વલસાડ, (૩)સંજીવની મેડીકલ સ્ટોર્સ, તિથલ રોડ, વલસાડ, (૪) રવિ મેડીકલ સ્ટોર્સ, હાલર રોડ, વલસાડ, (પ) ક્રિષ્ના મેડીકલ સ્ટોર, હાલર રોડ, વલસાડ (૬) ક્રિષ્ના મેડીકલ એન્ડ સર્જીકલ, ડીએન શોપિંગ સેન્ટર, વલસાડ, (૭) મેટ્રો મેડીકલ એન્ડ જનરલ સ્ટોર, વાપી, (૮) શ્રી જી મેડીકલ એન્ડ જનરલ સ્ટોર, ધરમપુર, (૯) વધીની મેડીકલ એન્ડ જનરલ સ્ટોર, ધરમપુર તેમજ (૧૦) ધરમપુર જેનરીક મેડીકલ સ્ટોર, ધરમપુરનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500