Tapimitra News-કોરોના વાઇરસના ના કારણે સમગ્ર દેશમાં ભારત સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આમ આ પરિસ્થિતિમાં નાના કુટુંબો તેમજ વિધવા,જમીન વિહોણા ખેતમજૂરો તેમજ એપીએલ-૧ હેઠળ આવતા કટુંબો માટે ડાંગ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા અનાજની કીટ અર્પણ કરવાનું નક્કી કરાયું હતું. સમગ્ર ડાંગ જિલ્લા ના ત્રણે તાલુકાઓમાં અંદાજીત કુલ ૪૦ હજાર જેટલી કીટ તૈયાર કરી ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ બાકી રહેતા તમામ લોકોને કીટ આપવાનું સેવાકાર્ય ચાલુ છે. જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના નેતૃત્વ હેઠળ સમગ્ર ડાંગ જિલ્લામાં જુદા જુદા ગામે શિક્ષકો દ્વારા આપવામાં આવેલ અનાજની કીટ વિતરણ કરાઇ રહયું છે. જે પૈકી આજરોજ માલેગામ ખાતે ૨૦૦ કીટ અને જોગબારી ગામે ૧૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજની આ કિટમાં ૫ કિ.ગ્રા.ચોખા,૧ કિ.ગ્રા. દાળ,૧ કિ.ગ્રા.તેલ,૧ કિ.ગ્રા.મીઠુ તેમજ ડુંગળી-બટાકા ૧-૧ કિ.ગ્રા.આપવામાં આવ્યા હતા. અનાજકીટ વિતરણની વ્યવસ્થામાં માલેગામના જય અંબે મિત્ર મંડળના યુવાનોએ મદદ કરી હતી. સમગ્ર શિક્ષણ આલમ કોઇપણ કામમાં હંમેશા મોટુ યોગદાન આપે છે ત્યારે દેશમાં કોરોના ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સખાવતમાં પણ આગળ રહયું છે. શિક્ષણ વિભાગના ૨૫૦ જેટલા માધ્યમિક શિક્ષકો અને ૭૫૦ જેટલા પ્રાથમિક શિક્ષકો ભારે જહેમત ઉઠાવી ગરીબોને મદદ કરવા માટે રાત-દિવસ કામ કરી રહયા છે. સમગ્ર ડાંગ જિલ્લામાં એકપણ કુટુંબ કે વ્યક્તિ અનાજ વગર રહી ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખી સી.આર.સી., બી.આર.સી અને કેળવણી નિરીક્ષકો સાથે મળીને તમામ ગામોમાં અનાજ વિતરણ કામગીરી કરી રહયા છે. ખરેખર શિક્ષકોના આ કામને ખૂબ ખૂબ અભિનંદન.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application