Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હોસ્પિટલમાં ૨૫/૩૦ રોટલીઓ ખાય છે જમાતીઓ,મોટા ગ્લાસમાં ચા આપવાની માગણીઓ કરીને ડોક્ટરોને પરેશાન કરી રહ્યા છે.

  • April 05, 2020 

દિલ્હીમાં તબલીગ જમાતમાં ભાગ લીધા બાદ દેહરાદૂનના દૂન હોસ્પિટલમા દાખલ કરવામાં આવેલા જમાતીઓએ અહિંયા પણ ઉત્પાત મચાવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા જમાતીઓ ડોક્ટરોની પાસે વિવિધ માગણી કરી રહ્યા છે. દર્દીઓ અહિંયાના ભોજનમાં ૨૫-૩૦ રોટલી ખાઈ જાય છે જ્યારે સામાન્ય રીતે હોસ્પિટલના મેન્યૂમાં દર્દીઓ માટે ચાર રોટલી, શાકની સાથે દાળ હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ,હોસ્પિટલમાં દાખલ કરાયેલા જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારા કુલ ૨૮ લોકો દાખલ છે. જેમાંથી પાંચ લોકોમાં કોરોનાના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ દર્દીઓમાંથી કેટલાક અભદ્રતાથી ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફ પરેશાન છે. કેટલાક તો ભોજન અને ચાની ખોટી માગણીઓ કરીને ડોક્ટરોને પરેશાન કરી રહ્યા છે.ડોક્ટરોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ એક કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલના વોર્ડમાં થૂંક્વાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીઓએ તેને સમજાવીને શાંત કરાયો હતો. આ ઉપરાંત રોજ કોઈને કોઈ જમાતી ચાના કપના બદલે મોટા ગ્લાસમાં ચા આપવાની માગણીઓ કરીને ડોક્ટરોને પરેશાન કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application