Tapimitra News-સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. તંત્ર ખડેપગે લોકો પોતાનાં ઘરમાં જ રહે તે માટે પ્રયાસો કરી રહ્યું છે. જેમાં સૌથી વધારે પોલીસ તંત્ર પરસેવો પાડી રહ્યું છે. જો કે હાલમાં જ જે પ્રકારે નિઝામુદ્દીનનો કિસ્સો સામે આવ્યો તેનાં કારણે સમગ્ર દેશમાં એક રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.ત્યારે ડાંગ જિલ્લામાં સંક્રમણને કાબુમાં રાખવા માટે ગોઠવવામાં આવેલા પોલીસ બંદોબસ્ત પરનાં બે પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. બંન્ને પોલીસ અધિકારી ફરજ પર હોવા છતા મસ્જીદમાં ગયા હતા અને નમાજ અદા કરી હતી. જે સ્પષ્ટ રીતે જાહેરનામાનું ઉલ્લંઘન છે. આઇ.બી અજમેરી અને એસ.એસ ડેરૈયા ફરજ પર હતા દરમિયાન આહવા મસ્જીદમાં જઇને નમાજ અદા કરી હતી.ગઇ કાલે જુમ્માની નમાજમાં આ બંન્ને પોલીસ જવાન મસ્જિદમાં મૌલવી ઉપરાંત અન્ય અનેક લોકો સાથે હાજર રહીને નામજ અદા કરી હતી. જેના પગલે ન માત્ર કલમ ૧૪૪ પરંતુ એપેડેમિક એક્ટનું પણ ઉલ્લંઘન થયું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સુચનાનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ઇપીકો કલમ ૧૮૮ ને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ નું કલમ-૫૧(બી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સુરત રેન્જ આઈજી દ્વારા આ બંને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application