Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં કુલ ૧૦૫ કેસોમાં ૮૪ સ્ટેબલ,૧૪ લોકોને ડિસ્ચાર્જ કરાયા,હાલ કોઈ દર્દી વેન્ટિલેટર પર નથી

  • April 04, 2020 

Tapimitra News-આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૧૦ પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. હાલ ૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. નવા કેસોમાં અમદાવાદના ૫ કેસ, ગાંધીનગરના ૨ કેસ, પાટણનો એક કેસ સામેલ છે. મોટાભાગના કેસો પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા હોય ને સંક્રમિત થયેલા છે. એસવીપીમાં દાખલ એક દર્દીનું મોત નિપજ્યું છે.જયંતી રવિએ જણાવ્યાં મુજબ કુલ ૧૦૫ કેસોમાં ૮૪ સ્ટેબલ છે. કુલ ૧૪ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ કોઈ દર્દી વેન્ટિલેટર પર નથી. અચાનક કેસોમાં વધારો થાય તો તેની તૈયારી તંત્રએ કરી રાખી છે. ૧૦૦૦ વેન્ટિલેટર સાથે રૂમની તૈયારીઓ કરી છે.અમદાવાદના જે ૫ કેસો નવા આવ્યાં છે તેમાં ૨ બાપુનગર, એક જમાલપુર અને એક આંબાવાડીના છે. આ સાથે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૩ પહોંચી છે. જ્યારે સુરતમાં ૧૨, વડોદરામાં ૯, રાજકોટમાં ૧૦ અને ગાંધીનગરમાં ૧૩, કચ્છ અને મહેસાણામાં એક-એક, ગીર સોમનાથમાં ૨, પંચમહાલ-પાટણમાં ૧-૧, ભાવનગરમાં ૯ પોઝિટિવ કેસ છે. ગુજરાતમાં કોરોના વાયરસથી કુલ ૧૦ લોકોના મોત થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application