Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકલ ટ્રાન્સમિશનના કારણે શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ વધ્યા,શુક્રવારે વધુ ૧૧ દર્દીઓ દાખલ:શંકાસ્પદ કેસોની સંખ્યા ૧૬૧ પર પહોચી

  • April 03, 2020 

Tapi mitra News-સુરત શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓમાં વધારો થઇ રહ્યા છે. જેના કારણે તંત્ર પણ ચિંતીત દેખાઇ રહ્યું છે. લોકોને વારંવાર સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. તેમ છતાં લોકો હજુ પણ આ અપીલનું પાલન કરતા નથી. તેવા સમયે શુક્રવારે વધુ ૧૧ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરૂવાર અને શુક્રવારે દાખલ થયેલા દર્દીઓ પૈકી ૧૦ના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. અત્યાર સુધી શંકાસ્પદ ૧૬૧ કેસ નોધાઇ ચુકયા છે. સુરત શહેરમાં કોરોના વાયરસના પગલે તંત્ર દ્વારા અનેક તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા છે. સમગ્ર શહેરને ડિસ ઇન્ફેકશન કરવાની કામગીરી પણ પુરજાશમાં ચાલી રહી છે. બીજી બાજુ લોકલ ટ્રાન્સમિશનના કારણે શંકાસ્પદ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદીન વધી રહી છે. શુક્રવારે સવારે વધુ ૧૧ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સિંગણપોરમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી,સરથાણામાં રહેતા ૭૪ વર્ષીય વૃધ્ધ મહિલાને શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા સ્મિમેરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બંનેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી નથી. આ ઉપરાંત પુણાગામમાં રહેતા ૭૪ વર્ષીય વૃધ્ધ, ભેસ્તાનમાં રહેતો ૧૯ વર્ષીય યુવક યુપીથી આવ્યો હતો. અને ભરથાણામાં રહેતો ૪૦ વર્ષીય યુવક તથા પાંડેસરામાં રહેતો ૩૨ વર્ષીય યુવકને પણ લક્ષણો દેખાતા આ તમામને સિવીલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ ડિંડોલીમાં રહેતી ૫૭ વર્ષીય આધેડ મહિલાને પ્રાર્થના હોસ્પિટલ,ચોકબજારમાં રહેતા ૪૫ વર્ષીય યુવકને વેસુ હોસ્પિટલ, રાણીતળાવમાં રહેતી ૪૭ વર્ષીય આધેડ અને વેસુમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીને મિશન હોસ્પિટલ અને નાના વરાછામાં રહેતા ૫૦ વર્ષીય આધેડને સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ ૧૧માંથી ૧૦ની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં લોકલ ટ્રાન્સમિશનના કારણે શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા તંત્રએ સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ સાથે કુલ શંકાસ્પદ કેસોની સંખ્યા ૧૬૧ પર પહોચી છે. જેમાં સુરત શહેરમાં ૧૦ પોઝીટીવ,જીલ્લાના બે પોઝીટીવ કેસો નોધાયા છે.ગુરૂવાર અને શુક્રવારે દાખલ થયેલા દર્દીઓ પૈકી ૧૦ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. અને કુલ ૧૪૪ કેસોના રીપોર્ટ નેગેટીવ આવી ચુકયા છે. હજુ પણ સાત રીપોર્ટ પેન્ડીંગ છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application