Tapi mitra News-કોરોના વાઇરસથી બિમારીથી સમગ્ર વિશ્વ કંપી રહયું છે. બસ જ્યાં જુઓ ત્યાં કોરોના કહેર સાંભળવા મળે છે. કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. યુધ્ધની જેમ સેવાભાવી સંસ્થાઓ સહિત નામી-અનામી અનેક લોકો કોરોના બચાવના મહાયજ્ઞમાં જોડાયા છે. ડાંગ જિલ્લામાં પણ ગરીબ લોકોની વ્હારે સેવાભાવી લોકો આવી રહયા છે. આજે આહવા ખાતે મેડીકલ કોલોની ખાતે રહેતા અને વ્યવસાયે દરજીકામ કરતા, કોરોના કમાન્ડો વિક્રમભાઇ ચૌધરી પણ લોકસેવામાં સહયોગ આપી રહયા છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનના સમયમાં હાલમાં કામ મળતુ નથી. પરંતુ સરકાર સહિત તમામ લોકો કોરોના વાઇરસ સામે લડવા પોતાનું યોગદાન આપી રહયા છે ત્યારે હું પણ નાની મદદ કેમ ન કરી શકું? મારી પાસે કાપડ નથી પરંતુ મને જો કાપડ આપવામાં આવે તો હું ડાંગમાં ખૂબ ગરીબ લોકો રહે છે. તેઓ માટે મફતમાં માસ્ક તૈયાર કરી આપીશ. તેમનો ઉત્સાહ જોઇને તુરંત એક સેવાભાવી વ્યક્તિએ મને બજાર બંધ હોવા છતા કાપડની વ્યવસ્થા કરી આપી. આજે છેલ્લા પાંચ દિવસથી હું કોટનના કપડામાંથી લાંબો સમય ચાલે તે પ્રકારની ગુણવત્તા વાળા માસ્ક તૈયાર કરી ગરીબ લોકોને વિતરણ કરૂં છું. માસ્ક વગરના વ્યક્તિ દેખાય તેમને તથા હોસ્પિટલની બહાર બેઠેલા ગરીબ લોકોની સેવા કરવાની તક મળી છે તો હું મારૂ યોગદાન આપી રહયો છું.
સામાન્ય પરિવારના વિક્રમભાઇનું આખુ પરિવાર જ સેવાપ્રેમી છે. તેમના પત્ની સાધનાબેન આંબાપાડા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલિકા છે. તેઓ હાલ સરકારશ્રીની યોજનામાં વિઘાર્થીઓને અપાનાર અનાજ વિતરણની કામગીરી કરી રહયા છે. તેમજ તેઓની એકમાત્ર દિકરી નેહલકુમારી જનરલ હોસ્પિટલ,આહવા ખાતે નર્સ તરીકે સેવા આપી રહયા છે. તેઓ પણ વિક્રમભાઇને માસ્ક બનાવવાની કામગીરીમાં મદદ કરી રહયા છે. આ પરિવારની સાદગીને સલામ કે જેમણે ગૃપ ફોટો પણ પડાવવાની ના પાડી અને જણાવ્યું કે અમને આ એક નાનકડી સેવા કરવાનો ખૂબ જ આનંદ છે. આજે કોરોના વાઇરસ સામે લડવા માટે ખૂબ મોટી કવાયત ચાલી રહી છે. બજારમાં ખરીદી કરવા આવતા કે હોસ્પિટલમાં આવતા ગામડાઓના ગરીબ લોકોના મોં પર માસ્ક નથી હોતા અને મોં પર રૂમાલ કે કોઇ કપડુ આડુ કરી રાખે છે ત્યારે આવા દ્રશ્યો નિહાળી આ પરિવાર કહેતો કે આપણે પણ આવા લોકોની ફુલ નહીં તો ફુલની પાંખડી જેટલી પણ સેવા કરશું તો આ સમયમાં અણમોલ ગણાશે. માસ્ક પહેરી સ્વચ્છતા રાખવી એ નાનકડી લાગતી વાત પણ ખૂબ અગત્યની છે. સમાજ માટે ખૂબ જ પ્રેરક એવા સેવાભાવી પરિવારને સો સો સલામ. ખરેખર કોરોના કમાન્ડો વિક્રમભાઇ ચૌધરી સહિત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન
high light-ડાંગના ખૂબ ગરીબ લોકો કે જેઓ માસ્ક પણ ખરીદી શકતા નથી તેવા લોકોને પોતાના હાથે તૈયાર કરેલા માસ્ક નું બજાર તેમજ હોસ્પિટલમાં મફત વિતરણ કરે છે.
સ્ટોરી- અહેવાલઃ અલ્કેશ ચૌધરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application