Tapi mitra News-કોરોના વાઇરસની મહામારીને પગલે સમગ્ર વિશ્વ હાલમાં ભારે મુસીબતનો સામનો કરી રહયું છે. કોરોના પ્રત્યે સાવધ બની રાજ્ય સરકારશ્રી દ્વારા તકેદારીના ભાગરૂપે અનેક પગલાઓ લેવામાં આવી રહયા છે. ત્યારે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રની સાથે સાથે આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ઉપચાર કરતા વૈદો કે, જે ભગતોના નામથી પ્રખ્યાત છે તેઓ પણ આ મહામારીને નાથવા માટે પોતાની ઔષધિઓ દ્વારા સેનેટાઈઝ કરી વનસ્પતિઓની મદદ લઇ રહયા છે. લાંબાસોંઢા ગામના ભગત જતરૂભાઇ સાવનભાઇ ગવાર જણાવે છે કે કોરોના વાઇરસની વાતથી અમે આખા ગામને સ્વચ્છ કરી વનૌઔષધિ વાળા પાણીનો છંટકાવ કરી રોગમુક્ત કરેલ છે. તથા વનસ્પતિઓ નાંખી ઉકાળેલુ પાણી ગામના દરેક વ્યકિતને આપીએ છીએ. શિવારીમાળના વૈદ રોહિદાસભાઇએ જણાવ્યું હતું કે અમે કુલ ૬ પ્રકારની વનસ્પતિ ગળો,તુલસી,ભોકળ, બીલીપત્ર,અરડુસી જેવી ઔષધિનો ઉપયોગ કરીએ છીએ. ગળો ની વનસ્પતિ બાવન પ્રકારના રોગને ભગાડે છે. ગળોને વાટી પાણીમાં બોળી તેનું એક ચમચી પાણી લેવાથી શરીરની તંદુરસ્તી ખૂબ સારી રહે છે. અમે અમારા ગામમાં પણ લોકોને જાણકારી આપી પારંપારિક જ્ઞાનથી કોરોના વાઇરસને અટકાવવાના પ્રયાસ કરી રહયા છે. અમે કંદ,મૂળ,પાન વિગેરેથી લોકોના ઉપચાર કરીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application