Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ ના શાકભાજી,કરીયાણા વેપારીઓએ દુકાન બહાર ફરજીયાત ભાવપત્રક મુકવું

  • April 03, 2020 

Tapi mitra News-કોરોના વાઇરસની ગંભીરતા જોતા સરકારશ્રી દ્વારા સમગ્ર દેશમાં જાહેર કરાયેલ લોકડાઉનની પરિસ્થિતિને કારણે જન-જીવન પ્રભાવિત થયું છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ ટ્રાન્સ્પોર્ટ વાહન વ્યવહાર ખોરવાઇ જતા જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે લોકો હાડમારી ન વેઠે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અસરકારક પગલાઓ લેવાઇ રહયા છે. ડાંગ જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોરે તમામ વેપારીઓને સખ્ત તાકીદ કરી છે કે અનાજ કરીયાણુ, કઠોળ,શાકભાજી-ફળો,દુધ,દવાઓ વિગેરે જીવન જરૂરિયાતની તમામ ચીજ-વસ્તુઓના ભાવો ધારા-ધોરણ મુજબના લેવાના રહેશે. દેશમાં કોરોના વાઇરસને કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં ગરીબ અને સામાન્ય પરિવારના લોકો સહિત બીજા કોઇપણ ગ્રાહકો પાસેથી વધુ ભાવ લઇ તકનો લાભ લેતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી કલેકટરશ્રી ડામોરે આપી છે.ડાંગના આહવા,વધઇ અને સુબીર એમ ત્રણે તાલુકા મથક સહિત ગામોના વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓના વધુ ભાવ લેવાની ફરિયાદ આવે તે તુરંત આકસ્મક ચેકીંગ હાથ ધરાશે. આ બાબતે સબંધિત મામલતદારશ્રીને સૂચના આપવામાં આવી છે. આવા વેપારીઓ સામે નિયમાનુસાર કાયદેસર કાર્યવાહી કરતા પણ જીલ્લા વહીવટી તંત્ર અચકાશે નહી. High Light-લોકડાઉન સમયે વધુ ભાવે વેચાણ કરનાર દુકાનદાર સામે સખ્ત કાર્યવાહી કરાશે-કલેકટર શ્રી એન.કે.ડામોર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application