Tapimitra News-વલસાડ જિલ્લામાં મહામારી કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે લેવાયેલા પગલાંઓની જાણકારી આપવા માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.આ પત્રકાર પરિષદને સંબોધતા કલેક્ટરે જણાવ્યું હતું કે,આજની સ્થિતિએ વલસાડ જિલ્લામાં ૧૨૮ વ્યક્તિઓને હોમકોરેન્ટાઇન અને બે સરકારી ફેસીલીટીમાં કોરેન્ટાઇન મળી કુલ ૧૩૦ વ્યક્તિઓ હોમકોરેન્ટાઇનમાં છે. હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧૭,૯૪,૮૫૯ (૯૮.૫૬ ટકા) વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ૩૫ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરાતાં ૩૪ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૬૧૬૯ લોકો એ ૧૪ દિવસો સહિત હોમ કરોનટાઇન પૂર્ણ કરેલ છે. વલસાડ જિલ્લામાં આજદિન સુધી કોવિદ-૧૯નો એકપણ પોઝીટીવ કેસ જોવા મળ્યો નથી. કોરોના વાયરસના સંક્રમણના શંકાસ્પદ કેસો જે દિલ્હીની હોટસ્પોટ દ્વારા અલગ તારવવામાં આવ્યા છે. તે પૈકી જેમના સરનામાં વલસાડ જિલ્લામાં મળ્યા છે, તેવા ૪૦ વ્યક્તિઓ માંથી ૨૦ વ્યક્તિઓને હોમકોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. વધુ ચકાસણી કરતાં બાકીના ૨૦ વ્યક્તિ જિલ્લા બહારના છે.
વલસાડ જિલ્લામાં સિવિલ હોસ્પીટલ ખાતે ૭૨ અને તાલુકાઓમાં ૧૦૦ કોરોન્ટાઇન બેડ મળી ૧૭૨ બેડ તેમજ રોગચાળો વધવાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા આગોતરી વ્યવસ્થા પણ ગોઠવવવામાં આવી છે. જે પૈકી વલસાડ જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કૉલેજ અને હોસ્પિટલ, વલસાડ ખાતે આઇસોલેશન બેડની સંખ્યા વધારીને ૧૦૦ અને આઇ.સી.યુ. બેડની સંખ્યા ૧૮ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ વાપી ખાતે ૭૫ આઇસોલેશન અને -૦૪ આઇ.સી.યુ. બેડ, વેવ હોસ્પિટલ મોતીવાડા-પારડી ખાતે ૩૦ આઇસોલેશન બેડ અને શ્રીસાંઇનાથ હોસ્પિટલ ધરમપુર ખાતે ૩૦ આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડયે એન્જિનિયરિંગ કૉલેજ ગર્લ્સ હોસ્ટેલના મકાનનો ઉપયોગ કરાશે.
સીટીઝન તરફથી ૧૨૩૩ કોલ મળ્યા હતા, જે કોલ મુજબ જરૂરિયાતોને મદદ પહોંચાડી છે. ૧૦૪ માં કોલ આવેલ હોય એ ૪૪ અને ૧૦૮માં આવેલ કોલના -૦૮ દર્દીઓની તપાસ કરવામાં આવી છે. જિલ્લામાં કોરોના વાયરસને રોકવાના અગમચેતીના ભાગરૂપે વિવિધ જાહેરનામાઓ દ્વારા ૧૪૪ કલમ, કામદારોને વેતન આપવા, લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા વગેરે સૂચનાઓ આપવામાં આવી છે. મહારાષ્ટ્રના બોર્ડર ઉપરથી આવતા લોકોનું સ્ક્રીનિંગ કરવા માટે ભિલાડ ચેકપોસ્ટ ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વધુ ભાવ લેતા દુકાનદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. સોશીયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે દરેક દુકાનદારોને વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે, જેમાં જાહેર જનતાનો સહયોગ પણ આવશ્યક છે.લોલકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગ બદલ ૪૨૮ લોકો સામે એફ.આઇ.આર., ૪૮૪ની ધરપકડ, ૧૩૦૪ વ્હીકલ સીઝ અને એક લાખ જેટલો દંડ વસુલ્યો છે.
જિલ્લામાં લોકડાઉન દરમિયાન ઘરવિહોણા લોકોને ૭૧૯૧૨ કીટ, ૧૧૨૦૦ કિ.ગ્રા શાકભાજી, ૨૩૧૨૩ કીટનું સ્લમ વિસ્તારમાં વિતરણ વિના મૂલ્યે વિતરણ તથા ૯૮ હજાર કિ.ગ્રા શહેરીજનોને વેજીટેબલ ઓન વ્હીકલ્સ હેઠળ ઘરઆંગણે શાકભાજી અને ફળફળાદિનું તેમજ ૮,૯૮,૬૮૧ લીટર દૂધનું વેચાણ કરાયું હતું.વલસાડ શહેરમાં કૃયુમિગેશનની કામગીરી માટે પપ વાહનોના ઉપયોગ થકી ૪૬૭ કિ.મી. વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. કોરાના વાયરસ અંગેના આધાર વગરના સમાચારો સોશીયલ મીડિયામાં પોસ્ટ ન કરે તે જરૂરી છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા તેમજ તેને ફેલાવો અટકાવવા માટેની તમામ તકેદારી રાખવા જણાવ્યું હતું.લોકડાઉન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે રાશન આપવા અંગે થતી ગેરસમજ અંગે સ્પટતા કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, એન.એફ.એસ.એ.ના બી.પી.એલ. અને અંત્યોદય કાર્ડ ધરાવનારને જ વિનામૂલ્યે રાશન આપવામાં આવે છે, જેની સૌને નોંધ લેવા જણાવ્યું હતું. આજ સુધીમાં ૧૦૯૨૪૪ કાર્ડધારકો એટલે કે, પ૭ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કેટલીક જગ્યાએ ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદો સામે પગલાં લેવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500