Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૫ એપ્રિલ, રવિવારના રોજ રાત્રે ૯ વાગ્યે હું તમારા સૌના ૯ મિનીટ માંગુ છું:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

  • April 03, 2020 

Tapimitra News-કોરોના વાયરસના કહેર વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે કહ્યું હતું કે, તેઓ દેશવાસીઓ સાથે વીડિયો સંદેશ મોકલશે. દેશવાસીઓ ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે,જે સૌથી વધુ પ્રભાવિત છે, તે ગરીબ લોકોને નિરાશાથી આશા તરફ લઈ જવાનુ છે. આ રવિવારે ૫ એપ્રિલના રોજ આપણે સૌએ કોરોનાને ચેલેન્જ આપવાની છે. ૫ એપ્રિલના રોજ આપણે મહાશક્તિનુ જાગરણ કરવાનું છે. ૫ એપ્રિલ, રવિવારના રોજ રાત્રે ૯ વાગ્યે હું તમારા સૌના ૯ મિનીટ માંગુ છું. ૯ વાગ્યે ઘરની તમામ લાઈટ બંઘ કરીને દરવાજા કે બાલ્કનીમાં ઉભા રહીને ૯ મિનીટ મીણબત્તી, દીવો કે ટોર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરો. આ સમયે ઘરની તમામ લાઈટ બંધ કરશો તો, અને લોકો દીવો પ્રગટાવશે તો પ્રકાશની મહાશક્તિનો લાભ મળશે. એક શક્તિથી લડી રહ્યા છે તે ઉજાગર થશે. આ સમયે મનમાં સંકલ્પ કરો કે આપણે એકલા નથી. આ આયોજન સમયે ક્યાંય એકઠા થવાનુ નથી. રસ્તા પર, ગલીમાં જવુ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગની રેખાને લાંધવાનુ નથી. કોરોનાની ચેન તોડવાનુ આ જ રામબાણ ઈલાજ છે.તેમણે કહ્યું કે, કરોડો લોકો ઘરમાં છે તો કોઈને પણ લાગશે કે તે એકલો શુ કરશે. આટલી મોટી લડાઈને એકલા કેવી રીતે લડી શકાશે, કેટલા દિવસ આવી રીતે કાપવા પડશે. આપણે ઘરમાં જરૂર છીએ, પણ આપણા માઁથી કોઈ એકલુ નથી. ૧૩૦ કરોડ દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તિ સાથે છે. સમય સમય પર તેની દિવ્યતાની અનુભૂતિ કરવી જરૂરી છે. જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ હોય છે. દેશ આટલી મોટી લડાઈ લડી રહ્યું છે, આવી લડાઈમાં વારંવાર જનતારૂપી મહાશક્તિનું વિરાટ સ્વરૂપનું સાક્ષાત કરતા રહેવુ જોઈએ. જે તમને મનોબળ, લક્ષ્ય અને પ્રાપ્તિ માટે ઉર્જા આપશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application