Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના સંદર્ભે શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન કક્ષાએ હેલ્પલાઈન નંબરો શરૂ કરાયા

  • April 03, 2020 

Tapi mitra News-નોવેલ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ વાયરસના ચેપને ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલાંરૂપે ૨૧ દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી છે, જેમાં શહેરીજનોની અનુકુળતા અને સુવિધા માટે સુરત મહાનગરપાલિકા કક્ષાએ લોકોની ભોજન, અનાજ, પુરવઠા સંદર્ભે જરૂરિયાત માટે રજુઆત અને જરૂરી વ્યવસ્થા માટે માટે મોબાઈલ નંબર ૯૭૨૪૩૪૫૫૬૦ રજુઆત માટે જાહેર કરાયો હતો. પરંતુ જે તે ઝોન કક્ષાએ મળતી રજુઆતમાં ઝોન કક્ષાએથી જરૂરી તમામ વ્યવસ્થા થાય તે માટે આ સેવાને વધુ વિસ્તારવામાં આવી છે.સુરત મહાનગરપાલિકાનાં ઝોનદિઠ નીચે મુજબના નંબરોને હેલ્પલાઈન નંબર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેથી હવેથી ભોજન, અનાજ પુરવઠો જેવી બાબતો અંગે ઝોન વિસ્તારનાં આ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા ઝોનદીઠ હેલ્પલાઇન નંબરોમાં વેસ્ટ ઝોન (રાંદેર) માટે ૦૨૬૧- ૨૭૮૬૧૮૧, ૨૭૮૬૧૮૨, ૨૭૮૬૧૮૩, સેન્ટ્રલ ઝોન માટે ૦૨૬૧ – ૨૪૨૦૫૪૭, ૨૪૨૦૫૪૮, નોર્થ ઝોન(કતારગામ) માટે ૦૨૬૧- ૨૪૮૦૫૬૪, ૨૪૮૫૭૦૦, ૯૭૨૪૩૪૬૦૧૧ થી ૧૩, પૂર્વ ઝોન-એ/બી (વરાછા) માટે ૦૨૬૧- ૨૫૪૭૭૫૦, ૨૫૪૮૩૬૫, સાઉથ ઝોન (ઉધના) માટે ૦૨૬૧- ૨૨૭૫૬૫૧, ૨૨૭૮૪૨૯, ૨૨૩૭૦૪૩, સાઉથ વેસ્ટ ઝોન(અઠવા) માટે ૦૨૬૧- ૨૬૬૭૯૨૬, ૨૬૬૩૦૪૯, ૨૬૬૩૦૫૦, સાઉથ ઇસ્ટ ઝોન (લિંબાયત) માટે ૦૨૬૧- ૨૩૩૧૯૦૩, ૨૩૩૧૯૦૪, ૨૩૩૧૯૦૫ નંબર પર સંપર્ક કરી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application