Tapi mitra News-સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડી રહ્યા છે. આ સંજોગોમાં સરકારને મદદરૂપ થવાના આશયથી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના પ્રસ્તાવને વધાવી લેતાં જિલ્લાના પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં આપવાની જાહેરાત કરી છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી વિશ્વજીતભાઇ ચૌધરીએ સૌ તાલુકા ઘટક સંઘના આ માનવીય અભિગમને આવકારવા સાથે આ મહામારીમાં સૌ શિક્ષકમિત્રોને સમાજની સુખાકારી માટે સતત ખડેપગે રહેવા જણાવ્યું હતું. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સૌ હોદ્દેદારોએ જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીને સંપૂર્ણ સહયોગ આપવાના શુભ હેતુ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને શિક્ષકોના માર્ચ પેઈડ ઈન એપ્રિલના પગારમાંથી એક દિવસનો પગાર કાપવા લેખિત રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application