તાપીમિત્ર ન્યુઝ,સુરતઃશહેરનાં લીંબાયત વિસ્તારમાં રાધિકા બ્યુટી પાર્લર ચલાવતી મહિલાની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે.રાધિકા બ્યુટી પાર્લર ચલાવતા સુમનબહેન પોતાનાં ઘરે એકલા હતાં ત્યારે આરોપી સપના અને તેના મોડેલ પતિએ સુમનબહેનનું ગળું કાપીને હત્યા કરીને તેઓ ફરાર થઇ ગયાં હતાં.જેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી.ત્યારે પોલીસને સુમન હત્યા કેસમાં તેમનાં બ્યુટી પાર્લરમાં કામ કરતી સપના અંગે માહિતી મળી હતી.જે માહિતીનાં આધારે તપાસ કરતાં આ બંને આરોપીઓ રાજસ્થાન ભાગી ગયાં હોવાંની જાણકારી મળી હતી.
જેને લઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યાં હતાં.ત્યારે આરોપી સપનાએ એવી કબૂલાત કરી હતી કે સુમનનાં કારણે તેનાં છૂટાછેડા થઇ ગયા હતાં.જેની અદાવત રાખી તેનાં બીજા પતિ વિજેન્દ્ર સાથે મળીને હત્યા કરી સુમનનાં ધરેણાં લઇને ફરાર થઇ ગયાં હતાં.બ્યુટી પાર્લરની સંચાલિકાની કરપીણ હત્યા કેસમાં બંને હત્યારા હાલ સુરત પોલીસનાં સંકજામાં આવી ગયાં છે.પરંતુ એક સામાન્ય તકરારમાં એક મહિલા આ પ્રકારનું પગલું ભરે તે સૌ કોઈને વિચારમાં મૂકી દે.જો કે હવે બંને હત્યારાઓને પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application