Tapi mitra News-કોરોનાની મહામારીથી બચવા માટે જાહેર કરાયેલા લોકડાઉનના કારણે કડોદરા અને પલસાણા ખાતે આવેલી ફેક્ટરીઓના કામદારો તથા જરૂરિયાતમંદોને મુશ્કેલી ન પડે એ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની પ્રેરણાથી સ્થાનિક ઉદ્યોગકારોના સહયોગથી જીવનજરૂરી ચીજવસ્તુઓની ૧૮ હજાર કીટ તૈયાર કરવામાં આવી રહી છે. કીટ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં શરૂ છે, તેમજ કીટનું પેકિંગ પૂર્ણ થવાના આરે છે, ત્યારે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે કીટ તૈયાર કરવાની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યમાં રોકાયેલા સ્વયંસેવકોનો તેમણે ઉત્સાહ વધાર્યો હતો. તેમણે કામદારો તથા જરૂરિયાતમંદોને રાહતકીટ પહોચાડવાની કામગીરી શક્ય તેટલી ત્વરાથી કરવાનો અનુરોધ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application