Tapimitra News-ગુજરાતમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં એક ૨૭ વર્ષના યુવક કોરોનાથી સંક્રમિત થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮૮ પર પહોંચી ગઈ છે. આ માહિતી રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપી છે. રાજ્યભરમાંથી વધુ ત્રણ લોકો ડિસ્ચાર્જ થયા છે. આ સાથે કોરોના વાયરસથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થનારા વ્યક્તિઓની સંખ્યા ૧૦ પર પહોંચી ગઈ છે. હાલ ૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો કોરોના વાયરસથી ૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આરોગ્ય સચિવે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસ હાલ બીજા તબક્કામાં છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના સરેરાશ ત્રણથી ચાર દર્દીઓ આવી રહ્યાં છે. તેના પરથી તેવા સંકેતો મળી રહ્યાં છે કે રાજ્યમાં કોરોના સ્ટેબલ થઈ ગયો છે. આ ખુબ સારા સંકેત છે. રાજ્યમાં કુલ ૧૮૨૬ ટેસ્ટ થયા હતા, જેમાંથી ૨૪ નો રિપોર્ટ પેન્ડિંગ છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સમાં ગરમ પાણી, યોગ વ્યાયામ સહિતની વાતો કોરોના વાયરસથી બચવા માટે કરી હતી. આ સાથે આરોગ્ય સચિવે કહ્યું કે, હળદર અને દૂધ સાથે લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચેપ લાગવાની સંભાવના છે. ત્યાં ચેન તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે, હાઈ માસ્ક પહેરવાની જરૂર નથી. કોટનનું કાપડ કે હાથ રૂમાલ રાખવામાં આવે તે જરૂરી છે.
High light-રાજ્યમાં કોરોના વાયરસના કેટલા કેસ....
(૧)અમદાવાદ - ૩૧ કેસ,
(૨)વડોદરા - ૯ કેસ,
(૩)સુરત - ૧૨ કેસ,
(૪)રાજકોટ - ૧૦ કેસ
(૫)ગાંધીનગર - ૧૧ કેસ
(૬)ભાવનગર - ૭ કેસ
(૭)પોરબંદર - ૩
(૮)કચ્છ-મહેસાણા-પંચમહાલ ૧-૧-૧ કેસ
(૯)ગીર-સોમનાથ - ૨ કેસ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500