Tapimitra News-સુરતમાં ડી-માર્ટમાં કામ કરતા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે, તો બીજી તરફ ડી-માર્ટના અન્ય કર્મચારીઓ અને જેઓએ ડીમાર્ટમાંથી સામાન લીધો હતો તે કર્મચારીમાં ફફડાટ ફેલાયો છે. ડીમાર્ટના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડી-માર્ટ બંધ કરાવાયું હતું. પોઝિટિવ યુવાનના સંપર્કમાં આવેલા ૧૪૯૩ કસ્ટમર્સ અને વોર્ડના ૧૫૬૯ લોકોને મેસેજ મોકલી પાલિકાએ હોમ ક્વારેનટાઈનમાં રહેવા તાકીદ કર્યાં છે.
સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધ્યો હતો. ગઈકાલે સુરતમાં એક નવો કેસ નોંધાયો હતો. જે ડીમાર્ટના કર્મચારી યુવકનો છે. સુરતના બમરોલી વિસ્તારમાં રહેતો ૨૨ વર્ષનો યુવક પાંડેસરામાં આવેલ ડીમાર્ટમાં નોકરી કરે છે. મંગળવારે તેને શરદી-ખાંસી થઈ હતી. જેના બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેના સેમ્પલ લેવાયા હતા. જેના બાદ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.યુવકને લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું સામે આવ્યું છે. જોકે, યુવકને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયું છે. હાલ આ યુવકના માતાપિતા તેમજ ડીમાર્ટમાં કામ કરતા ૩ કર્મચારીઓે ક્વોરેન્ટાઈન કરાયા છે. તો સાથે જ એક અઠવાડિયામાં પાંડેસરાના ડીમાર્ટમાં આવનાર તમામ લોકોને સતર્ક રહેવાના મેસેજ આપી દેવાયા છે. ૧૪૯૩ ગ્રાહકો મળી ૩૦૭૨ લોકોને SMS કરી કડક સૂચના આપી છે. બીજી તરફ, ડીમાર્ટ મોલ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો હતો.આપને અહીં પણ જણાવી દઈએ છીએ કે,સુરતના માથે બીજો ખતરો દિલ્હી તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયેલા લોકોનો છે. સુરતથી અંદાજે ૭૨ વ્યક્તિઓ દિલ્હી ગયા હોવાની માહિતી મળી હતી. તપાસ કરતા તેમાંથી માત્ર એક જ વ્યક્તિ ગયો હોવાનું સુરત પોલીસે જણાવ્યું. દિલ્હી તબ્લિક જમાત કાર્યક્રમ હતો તે વિસ્તારમાં સુરતના ૭૨ લોકો પણ ગયા હતા. જેમાંથી એક જ વ્યકિત તબ્લિક જમાતના કાર્યક્રમમાં સામેલ થયો હતો. હાલ તમામને શોધી કાઢવામાં આવ્યા છે. ૭૧ લોકો વેપારીઓ છે. તમામને હોમ ક્વોરન્ટીન કરાયા છે.(સાભર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application