Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી:ટયુશન કલાસીસના શિક્ષકે ૧૪ વર્ષના વિધાર્થીને ઢોર માર માર્યો

  • May 15, 2018 

તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારીમાં ટયુશન કલાસીસના શિક્ષકે વિધાર્થીને ઢોર માર માર્યો હોવાનો સામે આવ્યું છે. જયાં સાથી વિદ્યાર્થીનીઓને કેમ છેડે છે તેમ કહી ટયુશન શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શાંતીદેવી રોડ સ્થિત ચાલતાં આકાશ ટયુશન કલાસીસનાં સંચાલક આકાશ ગાંધીએ શિક્ષણ જગતને કલંક લગાવતી કાર્ય કરીને વાલીઓને વિચારવા મજબૂર કરી દીધા છે કે તેમના બાળકો આવા ક્રુર અને અમાનવીય શિક્ષકોના હાથમાં સુરક્ષિત છે કે કેમ?ટયુશનમાં ધોરણ ૧૦ના અભ્યાસ માટે આવતા ૧૪ વર્ષના વિદ્યાર્થીને છોકરીઓની છેડતી કેમ કરે છે તેમ કહી લાકડી વડે ઢોર માર માર્યો હતો. આ ગંભીર મુદ્દાને લઈને આકાશ ટયુશન કલાસીસમાં અભ્યાસ કરતાં વાલીઓએ આ શિક્ષક સામે આક્રોશ વ્યકત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application