Tapi mitra News-સુરત શહેરમાં ૯ પોઝીટીવ કેસ આવ્યા બાદ તંત્ર દ્વારા વધુ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મંગળવારે વધુ ૧૨ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઅો વિવિધ હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળ્યુ છે. હાલ ૧૦૪ જેટલા શંકાસ્પદ કેસો શહેરમાં નોધાઇ ચુક્યા છે. જેમાંથી ૮૩ના રીપોર્ટ નેગેટીવ આવી ચુકયા છે. ૧૩ના રિપોર્ટ પેન્ડીંગ છે.
સુરત શહેર સહિત વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતી જોવા મળી રહી છે. સુરત સહિત ભારતમાં ૨૧ દિવસના લોકડાઉનની વચ્ચે કોરોના વાયરસની દર્દીઅોની સંખ્યામાં વધી રહી છે. મંગળવારે વધુ ૧૨ શંકાસ્પદ દર્દીઅો નોધાયા છે. જેમાં વરાછા વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય યુવતી , બોમ્બે માર્કેટમાં રહેતી ૬૩ વર્ષીય વૃધ્ધા , સીમાડા વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય આધેડને કોરોના વાયરસના લક્ષણો દેખાતા સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામની કોઇ ટ્રાવેર્લ્સ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વરાછામાં રહેતો ૩૩ વર્ષીય યુવક અમદાવાદ જઇને સુરત આવ્યો હતો. તેનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત ભટાર ખાતે રહેતા ૮૩ વર્ષના વૃધ્ધ , અડાજણમાં રહેતા ૬૦ વર્ષના આધેડમાં પણ શંકાસ્પદ લક્ષણો દેખાતા નવિ સિવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બંને જણાંની પણ કોઇ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોવાનું સામે આવતા તંત્ર ચિંતીત દેખાઇ રહ્યું છે. તેમજ સિંગણપોરમાં રહેતો ૨૯ વર્ષીય યુવક દુબઇથી સુરત આવ્યો હતો. અને ૨૯-૨-૨૦૨૦ના રોજ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવવાથી તેનામાં લક્ષણો દેખાતા તંત્રએ તેને મેડીકલ કોલેજમાં દાખલ કર્યો છે. આ ઉપરાંત રાંદેરમાં રહેતા ૫૭ વર્ષીય આધેડને પણ મેટાસ એડવાન્ટીસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કતારગામમાં રહેતી ૬૮ વર્ષીય વૃધ્ધા , અડાજણમાં રહેતા ૭૨ વર્ષીય વૃધ્ધને પણ કોરોના વાયરસના લક્ષણો દેખાતા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ પરવટ પાટીયામાં રહેતો ૨૫ વર્ષીય યુવક મુંબઇથી સુરત આવ્યો હતો. તેને પણ સિવીલમાં ખસેડાયો છે. અને અડાજણ પાટીયામાં રહેતી ૫૪ વર્ષીય મહિલા સિક્કીમથી ટ્રાવેર્લ્સ કરીને સુરત આવી હતી. તેને પણ સોમવારના રોજ સિવીલમાં ખસેડાઇ છે. આમ અત્યાર સુધી કુલ ૧૦૪ કેસો નોધાયા છે. જેમાંથી ૮૩ નેગેટીવ , ૮ પોઝીટીવ અને હજુ ૧૩ના રીપોર્ટ પેન્ડીંગ છે. જયારે એકનું કોરોના વાયરસથી મોત નિપજયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application