Tapimitra News-કોરોનાવાયરસને કારણે સુરતમાં લોકડાઉન દરમિયાન ઘરમાં કેદ લોકોમાં તણાવ અને એન્ગઝાઈટીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સુરત દ્વારા સોય તથા સનસાઈન હોસ્પિટલ સાથે વિનામૂલ્યે મનોચિકિત્સા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં સવારે ૮ થી સાંજે ૮ સુધી સુરતના જાણીતા મનોચિકિત્સક ડોક્ટરની ટીમ દ્વારા નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. આ હેલ્પલાઈન ૩૧મી માર્ચથી ૧૪ એપ્રિલ સુધી કાર્યરત રહેશે.
સુરતમાં કોરોના વાઈરસ સામેની લડત માટે ૨૧ દિવસના લોક ડાઉનના દિવસો દરમિયાન ઘરમાં રહીને કંટાળેલા લોકોમાં માનસિક તણાવ તથા ચિંતામાં વધારો થયો છે જેને કારણે ધંધા , રોજગાર બંધ હોવાના કારણે ફરીથી આર્થિક મંદીના દોરમાંથી પસાર થવા સહિત અનેક કારણોને લીધે લોકોના માનસિક તણાવમાં વધારો થયો છે. કોરોના વાઈરસના લીધે લોકોએ સોશિયલ ડિસટન્સ જાળવવાનો સંભવત આ સૌથી પહેલો પ્રસંગ છે. લોકો કોરોના વાઈરસની ભયાનકતાને લગતા સમાચારો તથા સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ તથા ફેક ન્યુઝથી દોરવાઇને ગંભીર માનસિક તણાવ અનુભવી રહ્યા છે. જેના પગલે કોરોના વાઈરસના કારણે લોકોની માનસિકતા સંબંધિત અનેક પ્રશ્નોના મુદ્દે વિનામૂલ્યે મનોચિકિત્સા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application