Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વાયરસ દેશમાં લોકલ ટ્રાન્સમિશન સ્થિતિમાં:વ્યક્તિની બેદરકારી કોરોના વાયરસનો ફેલાવો કરવામાં મોટી ભૂમિક ભજવી શકે છે.

  • March 31, 2020 

Tapimitra News-દેશભરમાં કોવિડ-૧૯ને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે લોકડાઉનની સકારાત્મક દિશામાં અસર દેખાઈ રહી છે અને ઘાતક વાયરસ હાલ 'લોકલ ટ્રાન્સમિશન' (બીજા) સ્ટેજમાં છે. મીડિયા રીપોર્ટ અનુસાર સરકારે જણાવ્યું છે કે,જેવા આ વાયરસના 'કમ્યુનિટી ટ્રાન્સમિશન'ના પુરાવા મળશે કે તરત નાગરિકોને વધારે એલર્ટ કરી દેવાની સૂચના આપી દેવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના સહ-સચિવ લવ અગ્રવાલે જણાવ્યું, 'હાલ આ (વાયસ) દેશમાં લોકલ ટ્રાન્સમિશન સ્થિતિમાં છે. જો કમ્યુનિટી ટ્રાન્સમિશનનો કોઈપણ સંકેત મળશે,તો સૌથી પહેલા આપને જણાવીશું. કારણ કે આપના (મીડિયા) દ્વારા અમે લોકોને જાગૃત અને તેના પ્રત્યે સાવધાન કરી શકીએ છીએ.' સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવે પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે ચાર લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે એન ૯૨ નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં ૧૨૫૧ કેસ સામે આવ્યા છે, ભારતમાં મૃત્યુની સંખ્યા ૨૯ છે.જયારે ૯૯ દર્દીઓ સાજા થઈ ચૂકયા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના લોકોએ જણાવ્યું કે, કોરોના વાયરસ મોટાભાગના પોઝિટિવ કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે. તેમણે કહ્યું કે, આપણે સામાજિક અંતર રાખવાની જરુર છે. વ્યકિતની બેદરકારી કોરોના વાયરસનો ફેલાવો કરવામાં મોટી ભૂમિક ભજવી શકે છે.(ફાઇલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application