Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકો એક-બે ટામેટાં લઈને બહાર નીકળે છે. હવે આવા ખોટા બહાના કરનારનું વાહન જપ્ત થશે

  • March 31, 2020 

આખા દેશની સાથેસાથે ગુજરાતમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન છે અને પોલીસ વારંવાર લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી રહી છે. જોકે હજી પણ કેટલાક લોકો પરિસ્થિતિની ગંભીરતા નથી સમજતા અને બહાર નીકળી પડે છે. પોલીસે હવે આવા લોકો સામે આકરા પગલાં ભરવાનું વલણ અપનાવ્યું છે. જાહેર માં કારણ વિના નીકળતા કેટલાક લોકોને પોલીસે ઉઠકબેઠક પણ કરાવી હતી તો રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને સ્પષ્ટ ચીમકી આપી છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક-બે ટામેટાં લઈને બહાર નીકળે છે. હવે આવા ખોટા બહાના કરનારનું વાહન જપ્ત થશે. આ સિવાય કેટલાક નાગરિકો ૧૦૦ અને ૧૧૨ નંબર પર મદદ લઈ શકે. લોકો ઘરમાં જ રહેવાની માર્ગદર્શિકાનું પાલન કરવાને બદલે ક્રિકેટ રમે છે અથવા તો ફરવા નીકળી પડે છે. આ સાથે તેમણે પોલીસકર્મીઓને પણ ફરજ દરમિયાન મગજ શાંત રાખીને અને સંવેદનશીલ બનીને કામ કરે.શિવાનંદ ઝાએ લોકોને અપીલ કરતા કહ્યું છે કે ગુજરાતમાં લોકો સહયોગ આપે તે ખુબ જરૂરી છે. વારંવાર પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું એ સારી બાબત નથી, પોલીસકર્મીઓ પણ મદદની ભાવનાથી કામ કરે એવી મારી અપીલ છે. નોંધનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં સુરત અને વડોદરામાં પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે ત્યારે શિવાનંદ ઝાની અપીલ બહુ મહત્વની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application