Tapimitra News-સુરત શહેરમાં જે વિસ્તારમાં કોરોનાના વધુ કેસ નોધાયા છે, તે વિસ્તારને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા હોટ સ્પોટ ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી મુજબ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. સુરત સહિત અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમા પોઝિટીવ કેસો મળ્યા છે તેના ૩ કી.મીના પરિઘને ક્લસ્ટર તરીકે ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ જ રીતે હોટ સ્પોટ નિયત કરાયા છે તેની પરિઘમા આવતા પાંચ કિ.મી. વિસ્તારને બફર ઝોન તરીકે ટ્રીટ કરીને એના પેરામીટર મુજબ વધુ સઘન સર્વેલન્સ કરાશે. જેથી આ ચેપ આટલા વિસ્તારથી આગળ ન પ્રસરે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારોમા કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓ સહિત તેમના ફેમિલી અને તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની ફરીથી ચકાસણી પણ કરવાનું શરૂ કરી દેવાયું છે. ઉપરાંત આ વિસ્તારોમાં જે નાગરિકો સરકારી કે ખાનગી તબીબો પાસે સારવાર લઇ રહ્યા છે તેમની માહિતી મેળવીને તેમના પણ ટેસ્ટિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આવા વિસ્તારોમા વસતા વૃદ્ધ અને વયસ્કોનું પરિક્ષણ કરી ખાસ કાળજી લેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application