Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat:શહેરમાં કોરોનાના ૯૨ શંકાસ્પદ, ૮૦ નેગેટિવ અને ચાર રિપોર્ટ પેન્ડીંગ તેમજ ૫૨૩૧ લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે: મ્યુ.કમિશનર

  • March 30, 2020 

Tapimitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી શ્રી બંછાનિધિ પાનીએ આજરોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના ૯૨ શંકાસ્પદ, ૮૦ નેગેટિવ અને ચાર રિપોર્ટ પેન્ડીંગ છે. તેમજ ૫૨૩૧ લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે. સુરત શહેરમાં કોરોનાના નોંધાઈ રહેલા પોઝિટીવ કેસ અત્યાર સુધી વિદેશથી કે સુરત બહારથી આવનારા લોકોમાં નોંધાતા હતા. પરંતુ આજે સોમવારે રાંદેરમાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધમાં પુરૂષને કોરોના પોઝીટીવ નોંધાયો છે. જે કોઈ વિદેશથી કે બહારગામથી નથી આવ્યા. જેના પગલે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શહેરીજનોને ધાર્મિક સ્થળોમાં એકઠા ન થવાં અને ઘરની બહાર ન નીકળવા તેમજ ખાસ કરીને વડીલો ઘરમાં જ રહે તે ખુબ જરૂરી છે એમ જણાવતાં આવનારા ૧૦ દિવસ દરમિયાન ગંભીરતાથી લોકડાઉનના નિયમોનું પાલન કરી શહેરીજનો ઘરે જ રહે તે અતિ આવશ્યક છે. મનપા કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું કે, હવે લોકલ ટ્રાન્સમિશનથી ફેલાઈ રહેલા કેસો  સામે આવી રહ્યા છે. રાંદેરના ૬૭ વર્ષના પુરૂષના કેસમાં તેઓ લોન્ડ્રીની દુકાન ધરાવે છે. જેથી તેમની લોન્ડ્રીમાં આવેલા ગ્રાહકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. આ દર્દી કોઈ ધાર્મિક સ્થળે પણ ગયા હોવાની માહિતી મળી છે. જેથી લોકોને હાલના સમયમાં કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત ન લેવા ખાસ અનુરોધ કર્યો હતો. જરૂર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ આરોગ્ય તપાસ કરાવવી. રાંદેરમાં વધી રહેલા કોરોના કેસોના પગલે સમગ્ર રાંદેર ઝોનને સેનિટાઈઝ કરી ડિસઈન્ફેક્શન કરાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. તેમણે વધુમાં તમામ એકમોના માલિકો તેમના શ્રમિકોને તેમના બાકી મહેનતાણું ચૂકવી આપવા તાકીદ કરી હતી. સ્થાનિક સામાજિક સંસ્થાઓ જરૂરિયાતવાળા લોકોને ભોજન સુવિધા પૂરી પાડે અને રાજ્ય સરકારના સેવા યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. high light-લોકલ ટ્રાન્સમિશનથી ફેલાઈ રહેલા કેસો  સામે આવી રહ્યા છે. રાંદેરના ૬૭ વર્ષના પુરૂષના કેસમાં તેઓ લોન્ડ્રીની દુકાન ધરાવે છે. જેથી તેમની લોન્ડ્રીમાં આવેલા ગ્રાહકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application