Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાનો શંકાસ્પદ વ્યકિત હોસ્પીટલથી પલાયન બાદ પોલીસ કાર્યવાહી કરતા સામે ચાલીને સીવીલમાં પરત

  • March 30, 2020 

હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:રાજયભરમાં કોરોના વાયરસ ના ફેલાય તે હેતુથી દર્દી કે જેનામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા હોઇ આવા દર્દીને સીવીલ કોરોન્ટાઇલ અથવા હોમ કોરોન્ટાઇલ કરવામાં આવતા હોય છે. આવા વ્યકિતને એમ થતું હોય છે કે અમને કશું થયું નથી છતાં અમને દાખલ કરવામાં આવતા હોય છે પરંતુ આવા વ્યકિત શંકાસ્પદ દર્દી હોવાના કારણે ૧૪ દિવસ માટે પરિક્ષણના હેતુથી અને તેના સગા-સંબંધી કે અન્ય લોકોના સંપર્કમાં ના આવે તે માટે કોરોન્ટાઇલ રાખવામાં આવતા હોય છે. તેમ છતાં તેવા શકમંદ વ્યકિતઓ નાસીપાસ થઇ હોસ્પિટલ માંથી નાસી જતા હોય છે અને તેની પર પોલીસ કેસ થતો હોય છે અને ત્યારબાદ તે આ વિગત જાણીને સિવિલમાં હાજર પણ થતા હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચ સિવિલ હોસ્પીટલમાં બન્યો છે. ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ફરજ પરના આરએમઓ શ્રી એસ.આર.પટેલની ટેલીફોનીક સુચના પ્રમાણે ફરજ પરના ડોકટરશ્રી આર.જે.દિવાકરના જણાવ્યાનુસાર ૩૯ વર્ષના શ્રી સંકલ્પ શિવપ્રસાદ સોલંકીને કોરોના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દર્દીને દાખલ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરતાની સાથે જ તે દાખલ થયા વગર અને કોઇને જાણ કર્યા વગર જ જતા રહયા હતા. ત્યારબાદ તેમની સામે પોલીસ કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. આ બાબતની તેમણે જાણ થતાં જ તા.૨૩-૩-૨૦૨૦ના રોજ સાંજના ૧૭-૪૫ કલાકે સ્વયં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે હાજર થઇ ગયા હતા.   આવા કિસ્સા માટે ભરૂચ જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયા જણાવે છે કે કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે તે સંપર્ક ધ્વારા પણ ફેલાતો રોગ છે તેના વાયરસ ના ફેલાય તે હેતુથી સીવીલમાં કોરોન્ટાઇલ અથવા હોમ કોરોન્ટાઇલ કરવામાં આવે છે આથી દર્દીએ સમજદારીપૂર્વક સહકાર આપવો જોઇએ અન્યથા તેમની સામે કડક હાથે દુઃખ સાથે કાર્યવાહી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર - આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રએ મજબુર થવું પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application