હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:ભરૂચ શહેર જિલ્લામાં કોરોના પોઝીટીવનો હજી એક પણ કેસ દેખાયો નથી.પરંતુ આરોગ્ય વિભાગની ટીમે તેને ડામવા માટે સામાન્ય બિમારીઓમાં સપડાયેલાં લોકોનો સર્વે કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ૧૪૦૦ લોકોની ટીમે જિલ્લામાં કુલ ૨.૮૬ લાખ લોકોની આરોગ્ય તપાસણી કરી હતી. આશા વર્કરો તેમજ આંગણવાડી બહેનો સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ મળી ૧૪૦૦ જેટલાં લોકોની ટીમની મદદથી તમામ ૯ તાલુકાઓમાં કુલ ૬૫ હજાર જેટલાં ઘરોના ૨.૮૬ લાખ લોકોનો આરોગ્ય સર્વે કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૯૦૦ જેટલાં લોકોને શરદી,ખાંસી તેમજ તાવના દર્દીઓ જણાયાં હતાં. જ્યારે ૬૦ વર્ષથી મોટી ઉમરના ૧૨૫થી વધુ દર્દીઓ કે જેમને શરદી,ખાંસી કે તાવ સહિત બીપી, ડાયાબિટીસ, ફેફસાના રોગ, કિડની સહિતના રોગ હોવાનું જણાયું હતું.ઉપરાંત ૭૫૦૦થી વધુ લોકોને સ્થળ પર સલાહ આપી સારવાર કરાઇ હતી. જ્યારે ૮૦ લોકોને રિફર કરવામાં આવ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application