Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ૧૦૨ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૭૮૦૦/- નો દંડ વસુલ કરાયો

  • March 30, 2020 

હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:કોરોના વાયરસ ના ફેલાય તે માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ અને કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ સુચના અનુસાર શહેરી વિસ્તારમાં નાગરિકો ગમે ત્યાં થુંકે નહીં અને ગંદકી કરે નહિં તે માટે જિલ્લાની ચારેય નગરપાલિકા જેમાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ દ્વારા દંડ વસુલ કરવામાં આવ્યો છે. જિલ્લાની ચારેય નગરપાલિકાઓ દ્વારા ગમે ત્યાં થુંકવાના કારણે તથા અન્ય કારણોસર તા.૧૯/૦૩/૨૦૨૦ અને તા.૨૦/૦૩/૦૨૦ દરમિયાન ૧૦૨ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૨૪૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં ભરૂચમાં ૫૮ વ્યક્તિ પાસેથી રૂ.૮૦૫૦/-, અંકલેશ્વરમાં ૩૦ વ્યક્તિઓ પાસેથી રૂ.૩૭૦૦/-, જંબુસરમાં ૧૪ વ્યક્તિઓ પાસેથી રૂ.૭૦૦/- નો સમાવેશ થાય છે. આ અગાઉ જિલ્લાની ૩૩ વ્યક્તિઓ પાસેથી રૂ.૪૩૫૦/- નો દંડ વસુલ કરાયો હતો અને કુલ મળીને તા.૨૦/૦૩/૨૦૨૦ સુધીમાં ૧૩૫ વ્યક્તિઓ પાસેથી રૂ.૧૭,૮૦૦/- દંડની રકમ પેટે વસુલ કરવામાં આવ્યો છે તેમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application