Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ

  • March 30, 2020 

હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:હાલમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગ અટકાયતી પગલાં અન્વયે ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ ધ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાની ૪ નગરપાલિકાઓમાં આશાબહેન અને હેલ્થની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં જયાં હજુ વધુ જાગૃતિ ફેલાવાની જરૂર છે ત્યાં ઘરે ઘરે જઇને લોકોને કોરોના બાબતે માહિતી આપવામાં આવી રહી છે અને સાવચેતી બાબતે સમજ અપાઇ રહી છે. સાથે પ્રાથમિક તપાસમાં કોઇ નાગરિકને રોગના લક્ષણો છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં તાબા હેઠળના તાલુકાના કર્મચારીઓની સર્વેલન્સની કામગીરી ચાલુ છે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી, તાબા હેઠળના કર્મચારીઓ, આશા વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તથા આર.બી.એસ.કે. ની ટીમ મળી કુલ ૧૪૬૬ ટીમ ધ્વારા ૧૪૩૮૭૮૭ વ્યક્તિઓનું હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ગુજરાત સરકારશ્રી દ્વારા નિયત થયેલ ટેકો સોફ્ટવેરમાં ૧૬૧૪૮૧૮ ના લક્ષ્યાંક સામે ૧૪૩૮૭૮૭ વ્યક્તિઓની એન્ટ્રી કરવામાં આવેલ છે. તા.૨૬/૦૩/૨૦૨૦ ના રોજ ભરૂચ જિલ્લામાં કુલ ૧૦૦૬ પ્રવાસીઓ પૈકી ૫૫૧ ના દેખરેખ હેઠળ રાખેલ છે અને ૧૦૦૬ પૈકી બાકીના ૪૫૫ વ્યક્તિઓને દેખરેખ અંગેના ૧૪ દિવસનો સમયગાળો પૂર્ણ થતાં તેઓને હોમ કોરંટાઈલમાંથી મુક્ત કરવામાં આવેલ છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચે જણાવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application