હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી અંકલેશ્વર શહેરની જાહેર જનતાને એક અખબારી યાદીમાં જણાવે છે કે, કોરોના વાયરસની ભવિષ્યની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત નિયંત્રણ માટે વાયરસની મહામારીને કારણે સંક્રમણ ફેલાય નહી તે હેતુથી શહેરી વિસ્તારના લોકો એક જથ્થામાં ભેગા ન થાય તેને ધ્યાને રાખી અંકલેશ્વર શહેર વિસ્તારના આવશ્યક ચીજવસ્તુઓ, કરીયાણા વિગેરેનો વેપાર કરતાં મોલના પ્રતિનિધિ તથા જથ્થાબંધ વેચાણ કરતાં મોટા વેપારીઓને રૂબરૂ બોલાવી તમામ મોલ/વેપારીઓ ધ્વારા શહેરી વિસ્તારમાં રહેતાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મહત્તમ ખરીદ કિંમત કરતાં વધુ ન લેવાની શરતે તથા વધારાનો કોઈ પણ ડીલીવરી ચાર્જ વગર હોમ ડીલીવરી આપવા સહમત થયા છે. નગરજનોને અપીલ કરતાં મુખ્ય અધિકારીશ્રીએ જણાવ્યું કે, આપણા વોર્ડ વિસ્તારમાં ફાળવવામાં આવેલ વેપારીઓ/મોલ માંથી આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત પુરતો જ ઓર્ડર ટેલિફોન/વોટ્સઅપ ધ્વારા નોંધાવી શકશે જેનો લાભ અંકલેશ્વર શહેરની જાહેર જનતાને લાભ લેવા જણાવાયું છે. વધુમાં જણાવવાનું કે, (૧) વોડ નં.૧, ૭ અને માટે મનપસંદ કરીયાણા સ્ટોર સ્ટાર એવન્યુ અંકલેશ્વર મો.નં.૯૧૭૩૪૦૬૨૪૮, (૨) વોર્ડ નં.૧ માટે શ્રી ભવાલ માતા સ્ટોર્સ સેફ્રોન અંકલેશ્વર મો.નં.૮૩૦૬૯૨૯૮૮૨, (૩) વોર્ડ નં.૧ માટે જયભવાની સુપર માર્કેટ ઓમપુરીની સામે મો.નં.૬૩૫૫૧૧૨૪૮૦, (૪) વોર્ડ નં.૨, ૫ અને ૬ માટે ભરતકુમાર ઠાકોરલાલ બીડીવાલા, ચૌટાનાકા, સ્ટેશન રોડ મો.નં.૯૮૯૮૩૧૭૭૭૪, (૫) વોર્ડ નં.૪ અને ૯ માટે લક્ષ્મી સ્ટોર્સ, ત્રણ રસ્તા સર્કલ પાસે, કુબેર પ્લાઝા મો.નં.૮૮૬૬૫૫૨૬૦૦, (૬) વોર્ડ નં.૪ અને ૯ માટે ભારત ટ્રેડીંગ, ત્રણ રસ્તા સર્કલ પાસે, નાયરીકા પ્લાઝા મો.નં.૭૮૭૪૦૨૪૪૦૦, (૭) વોર્ડ નં.૪ માટે અફઝલ સ્ટોર્સ, સ્ટેશન રોડ મો.નં.૯૮૨૫૫૨૨૬૫૨, (૮) વોર્ડ નં.૩ માટે દેવદર્શન કીરીયાણા, વચનામૃત સોસાયટી, જીઈબી પાછળ મો.નં.૯૭૨૭૧૮૫૫૯૭, (૯) વોર્ડ નં૪ માટે શ્રીરાધે પ્રોવિઝન સ્ટોર્સ, ઈન્ડીરાનગર મો.નં.૯૪૨૭૧૩૨૯૯૬, (૧૦) વોર્ડ નં.૫ માટે ભાસ્કરભાઈ ગાંધી, મુલ્લાવાડ મો.નં.૯૭૩૭૦૨૫૬૪૪, (૧૧) વોર્ડ નં.૫ માટે દિનેશકુમાર ભરૂચે, ગોયાબજાર મો.નં.૯૪૨૮૧૦૮૦૦૯ નો સંપર્ક કરવાનો રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500